તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરત જિલ્લામાં 86 દિવસ બાદ કોરોનાના કેસ ફરી 20ની અંદર

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને ધૂળ ચટાડનારાનો આંકડો પણ 31 હજારને પાર

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણનો ગ્રાફ નીચે જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં 31000 લોકોએ કોરોના સામે જંગ જીતી ગયા છે. ગુરુવારના રોજ કોરોના સંક્રમણનો આંક 18 નોંધાયો હતો. જેની સામે પાંચ ઘણા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. 96 લોકોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં કુલ 31086 લોકોએ કોરોના સામેની જંગ જીત્યા છે. જ્યારે આજરોજ માંગરોળ તાલુકાના પોલોદ ગામની 40 વર્ષીય મહિલાનું કોરાનાને કારણે મોત નીપજ્યું હતું.

ગુરૂવારે કોરોનાના નવા 18 કેસ મળ્યા

તાલુકોઆજેકુલ
ચોર્યાસી05098
ઓલપાડ34250
કામરેજ25873
પલસાણા53571
બારડોલી15082
મહુવા62385
માંડવી02190
માંગરોળ13170
ઉંમરપાડા0311
કુલ1831930

તમામ તાલુકામાં કોરોના સિંગલ ડિઝીટમાં
સુરત જિલ્લામાં કોરોના અંત ભણી હોય તેમ તમામ જિલ્લામાં 1 ડિઝીટમાં કેસ નોંધાયા છે. સાથે 3 તાલુકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...