તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:71 દિવસ બાદ એક્ટિવ કેસ ઘટીને 1000ની અંદર આવ્યા

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત જિલ્લામાં નવા 46 કેસ સામે 109 ડિસ્ચાર્જ

સુરત જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણ કેસ 50ની અંદર રહ્યા હતાં. શનિવારે 46 કોરોના સંક્રમણ નોંધાતા કુલ 31580 કોરોના સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 109 દર્દીએ કોરોનાને હરાવતાં અત્યા સુધીમાં 30134 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે બે વ્યક્તિના કોરોનાને કારણે મોત નીપજ્યા છેે, જેમાં બારડોલીના 51 વર્ષીય પુરુષ અને મવાછીના 65 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. જેની સાથે મોતનો આંક 469 પર પહોંચ્યો છે. જિલ્લામાં 71 દિવસ બાદ એક્ટિવ કેસ ઘટીને 1000ની અંદર આવ્યા છે. 26મી માર્ચના રોજ એક્ટિવ કેસ 964 હતાં. જ્યારે આજે એક્ટિવ કેસ 977 છે.

શનિવારે નોંધાયેલા કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી65080
ઓલપાડ34193
કામરેજ45840
પલસાણા153534
બારડોલી95022
મહુવા52289
માંડવી22171
માંગરોળ23140
ઉંમરપાડા0311
કુલ4631580
અન્ય સમાચારો પણ છે...