તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડ ફ્લૂ:નવાપુરમાં 15 વર્ષ બાદ ફરી બર્ડફ્લૂ, 9 લાખ મરઘીની કિંલિગ કામગીરી શરૂ થશે

નવાપુર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નંદુરબાર, ધુલે, નગર, અકોલા અને બુલદાણા જિલ્લામાં બર્ડ ફ્લૂ પોઝિટિવ

ગુજરાત રાજ્યના અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં 15 વર્ષ પછી બર્ડ ફ્લૂએ દસ્તક દીધી છે. નંદુરબાર જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્ર ભારુડે જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂથી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર, ધૂલે, નગર, અકોલા, બુલડામાં મરઘાંનાં બચ્ચાંનાં મોત નીપજ્યાં હતાં. પોલ્ટ્રીમાંથી 14 મરઘીના નમૂના મોકલ્યા હતા.બર્ડ ફ્લૂને કારણે નવાપુરમાં 26 પોલ્ટ્રીમાંથી 9 લાખ મરઘાનું કિંલિગ ઓપરેશન કરાશે. તમામ મરઘાંના પોલ્ટ્રી પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ચાર દિવસમાં 11 હજાર મરઘી મરી ગઈ
નવાપુરના ઘણા પોલ્ટ્રી ફોર્મમાંથી મરઘીના મોતની ઘટનામાં ચાર દિવસમાં 11 હજાર સુધી મરઘી મરી ગઈ હતી. આ બાબતે પોલ્ટ્રી માલિકે આરટી (રાણીખેત)થી મરઘી મરવાની જાણ કરી હતી. પરંતુ 14 મરઘીના સેમ્પલ પુણે-ભોપાલ મોકલાયા હતા. બધા જ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સતર્ક થઇ ગયુ છે. જિલ્લામાં ટોટલ 175 પોલ્ટ્રી ફોર્મ છે. એમા 14 લાખ મરઘી છે.

ગુજરાતમાં મરઘી ઇંડા મોકલવા પર પ્રતિબંધ
નવાપુર તાલુકામાંથી ગુજરાતના સુરત, નવસારી, બારડોલી, વ્યારા સૌથી વધારે મરઘી અને ઈંડા મોકલવામાં ચાલે છે. બર્ડફલૂના કારણે નવાપુરથી ગુજરાત રાજ્યમાં મરઘી ઈંડા મોકલાવા પર પ્રતિબંધ જિલ્લા પ્રશાસન જિલ્લા વહીવટીતંત્રને કર્યો છે.

અન્ય જિલ્લાની ટિમ પણ તૈનાત
નવાપુર શહેરમાં બર્ડ ફ્લૂ નિયંત્રણ માટે નાશિક, નગર, ધુલે, જલગાંવ જિલ્લામાંથી પશુપાલન વિભાગની સો ટીમો તૈનાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો