તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં 144 દિવસ બાદ કેસ ઘટીને 3 નોંધાયા, 5 દિનથી મોત પર પણ બ્રેક

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત ગ્રામ્યમાં 136 દિવસ બાદ એક્ટિવ કેસ પણ ઘટીને 101 થયા

સુરત જિલ્લામાં 144 દિવસ બાદ 3 કોરોના કેસ નોધાયા છે. પરંતુ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કસનું પાલન ફરજિયાત જરૂરી છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર 3 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જે 144 દિવસ પહેલા એટલે 8 ફેબ્રુઆરીના રોજ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. અત્યાર સુધીમાં કુલ 32043 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે આજે 5 માં દિવસે કોઈ પણ મોત નોંધાયું નથી. આજરોજ 16 વ્યક્તિને રજા આપવામાં આવી છે. જેની સાથે અત્યાર સુધીમાં 31460 લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે. સંક્રમીત કરતાં રિકવરની સંખ્યામાં વધારો નોંધાયો જિલ્લામાં હાલ એક્ટિવ કેસ 101 રહ્યા છે.

136 દિવસ બાદ એક્ટિવ કેસ 101 પર પહોંચ્યા છે. હાલ કોરોનાની સ્થિતિ કાબૂમાં છે પરંતુ લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી રહ્યાં છે. હરવા ફરવા અને ખાણી પીણીની લારી પર પણ જમાવડો થતો હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે ફરી કોરોના સંક્રમણ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હજુ પણ લોકોએ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કન પહેરવાનું પાલન ફરજિયાત કરવું જરૂરી છે.

બારડોલી,મહુવા અને માંગરોળમાં 1-1 કેસ
સુરત જિલ્લામાં સોમવારના રોજ માત્ર ત્રણ કેસ નોધાયા હતાં. જે બારડોલીમાં 1, મહુવામાં અને માંગરોળમાં 1 પોઝિટિવ નોંધાયા છે. જ્યારે અન્ય 6 તાલુકામાં કોરોનાના કોઇ કેસ ન નોંધાતા ભારે રાહત અનુભવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...