18 મો નેશનલ ટેકવાન્ડો - આઈ.ટી.એફ. ચેમ્પિયનશીપ તા.27-28 ડિસેમ્બર,2022 દરમ્યાન ઋષિકેશ (ઉત્તરાખંડ) માં યોજાઈ હતી. જેમાં કોચ સ્વાતિ ઠાકરના માર્ગદર્શન હેઠળ કન્યા વિદ્યાલય અસ્તાનની 8 દીકરીઓએ પણ ભાગ લીધો હતો. તેમાં ચાર દીકરીઓ વિધિ વાઘેલા, દિયા પટેલ, પ્રિયા સિંગ, નિકિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ તેમજ પલક ચૌધરી, બંસરી ખાંટ, જેન્સી ત્રિવેદીએ સિલ્વર મેડલ અને વિધિ પટેલ અને ખાંટ બંસરીએ બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
આમ, કુલ 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી તમામ વિદ્યાર્થિની બહેનોએ તેમનાં પ્રશિક્ષક સ્વાતિબેન ઠાકર સહિત તેમનાં પરિવારજનો અને તમામ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. તમામને સમગ્ર ટ્રસ્ટી અને શાળા પરિવાર તરફથી અભિનંદન અને આશીર્વાદ પાઠવાયા હતા.
આ સાથે જ શાળામાં રમતોત્સવનું આયોજન પણ તા. 27 થી 30 ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવ્યું હતું. જેમાં બાળવર્ગ-શિશુવર્ગ થી લઈ ધો- 1 થી 12 સુધીની તમામ વિદ્યાર્થિનીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. લીંબુ ચમચી, સંગીત ખુરશી, કેળાં કૂદ, ખો-ખો, બટાકા દોડ, ત્રિપગી દોડ, રસ્સા ખેંચ અને સ્લો સાઇકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ સાથે સૌ શિક્ષકગણે પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.