સિદ્ધિ:મલેકપોર અંજુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની કુસ્તી સ્પર્ધામાં સિદ્ધિ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રમત ગમત અધિકારીની કચેરી સુરત ગ્રામ્ય દ્વારા આયોજિત અને નવચેતન વિદ્યાલય, જુનાગામ દ્વારા પ્રાયોજિત અંડર - 19 કુસ્તીની સ્પર્ધામાં અંજુમન હાઈસ્કૂલ મલેકપોરનાં 4 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ધોરણ 12નાં મિરઝા ફારુક 57 કિલો ગૃપમાં તથા ધોરણ 9ના વિદ્યાર્થી પઠાણ અરબાઝ 61 કિલો ગૃપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

આમ હવે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.સંસ્થાના પ્રમુખ ગુલામ ભાઈ પટેલ, સેક્રેટરી અબ્દુલરશીદ પટેલ, ઈ.આચાર્ય સાજીદભાઈ વહોરા અને ટ્રસ્ટીએ શુભેચ્છા પાઠવી હતી. પીટી શિક્ષક અલ્તાફ શેખ, ઝુલ્ફીકાર મનકોજીયા તથા રિયાઝ અથાનિયાનો પણ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...