ધરપકડ:સાત વર્ષથી ફરાર એગ્રીકલ્ચરની મોટર ચોરીનો આરોપી પકડાયો

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના ખેડૂતોના ખેતરની મોટર ચોરીના આરોપીને કામરેજ બસ સ્ટેન્ડ નજીકથી જિલ્લા એલસીબીએ ઝડપી પાડયો છે. સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ પી.આઇ બી.ડી શાહ તેમજ પેરોલ ફલૉ સ્કોડ પી.આઇ એ.ડી ચાવડાની આગેવાનીમાં એલસીબી પોલીસ સ્ટાફે છેલ્લા સાત વર્ષથી બારડોલી અને માંગરોળ વિસ્તારમાં આવેલા ખેડૂતો માટે પિયત માટે ઉપયોગ સબમર્સીબલ મોટરની ચોરીમાં સંડોવાયેલો અને છેલ્લા સાત વર્ષથી ફરાર રહેતા અને સચીન જીઆઇડીસી ખાતેની સાયના ટેક્ષ ટાઇલ્સ મીલ ખાતે રહેતા નહેરુ કાઠુભાઈ વસાવને કામરેજ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડયો હતો.

પકડાયેલા આરોપી પર બારડોલી અને માંગરોળ વિસ્તારના ખેડૂતોની મોટર ચોરીના આરોપમાં સંડોવેયલો હતો.તેની સામે વર્ષ 2015માં બારડોલી પોલીસ મથકે ત્રણ તેમજ માંગરોળ પોલીસ મથકે એક મળી કુલ ચાર ગુના નોંધાય ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...