આદેશ:હત્યાનો આરોપી ફરીયાદીને નુકસાન પહોંચાડી શકે તેમ હોય જામીન નામંજૂર, બાબેન હત્યા પ્રકરણમાં આરોપીએ જામીન અરજી કરી હતી

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાન બાબેન ગામે આવેલ શાસ્ત્રી નગરમાં રહેણાંક વિસ્તારમાં ટેમ્પો પૂરઝડપે હંકાર લાવતા ટેમ્પાના ચાલક તથા તેમાં સવાર ઈસમોને ઠપકો આપ્યો હતો. જે અદાવત રાખી રાત્રિના બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં 25 વર્ષીય યુવકની હત્યા થઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા 17 આરોપી પૈકી એક આરોપી અલ્તાફ શેખ બારડોલી સેસન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે નામંજૂર થઇ હતી. 25મી જૂને બાબેન શાસ્ત્રી નગર ખાતે રમીલાબહેન દેવીપૂજક ઘરના રસ્તા ઉપર ઊભા હતાં. દરિમાયન સોહેલ ઉર્ફે ગુડ્ડી રહીમ શેખ તથા સગીર થ્રી વ્હીલ ટેમ્પો હંકારી લાવ્યા હતાં. આ અંગે ચંદાબહેન રતુભાઈ દેવીપૂજકની પત્નીએ ટેમ્પો ઊભો રખાવી સોહેલ શેખ અને ટેમ્પામાં સવાર સગીરને ટેમ્પો ધીરે ચલાવવા જણાવ્યું હતું. ત્યારે સોહેલ શેખે કોઈ મરી તો નથી ગયું ને તેવું જણાવી ચંદાબહેનને બે લાફા મારી અપશબ્દો બોલી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ રાત્રિના 8.00 કલાકે ફરીથી આવી ગાળાગાળી કરતા હતાં. જેઓને આવું ન કરવા જણાવતાં અચાનક ઉશ્કેરાઈ જઈ હાથાપાઈની માર મારામારી શરૂ કરી હતી. જેમાં મહેશભાઈ રાજુભાઈ દેવીપૂજક (25)ને અલ્તાફ શેખ તથા સોહેબલ સઈદ ખટીક તથા એક સગીરે તેને જમીન પાડી દબાવી રાખ્યો હતો. આ દરમિયાન સોહેલ ઉર્ફે ગુડ્ડુ રહીમ શેખએ મહેશભાઈનું ગળુ બંને હાથથી દબાવી તથા જોરજોરથી મારમારી મોત નીપજાવેલ હતું. તેમજ તેમને છોડાવવા આવેલા અન્ય 23 જણાને ઈજા પહોંચાડી હતી. ઘટના અંગે પોલીસે 17 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જે પૈકી અલ્તાફ નવસાદ શેખ (18) એ બારડોલી સેસન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અંગે સરકારી વકીલ જિતેન્દ્ર એન. પારડીવાલાએ જજ સાહેબ સમક્ષ રજૂઆતો કરી હતી. જેમાં આરોપીને જામીન આપે તો પુરાવા સાથે ચેડા કરે તેમ હોય, જામીન બાદ ફરી કોર્ટમાં હાજર થાય કે કેમ તેની પર શંકા હોય, આરોપીએ હત્યાનો ગંભીર પ્રકારનો ગુનો આચરેલો હોય, તેમજ ફરિયાદી તથા સાહેદોને ધાકધમકી આપી શકે તેમ હોય જેથી આરોપીના જામીન નામંજૂર કરવા માટે દલીલો રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...