તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંગરોળ તાલુકાના સિયાલજ ગામે સિદ્ધિવિનાયક લોજિસ્ટિકની પાર્ક કરેલી 207 ટ્રોલીઓને બાોબબાર વેચાણ કરવાનું પૂર્વ આયોજિત ષડયંત્ર રચ્યું હતું, જેમાં ઈડીના અધિકારીઓ સહિત 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે પૈકી મુખ્ય આરોપી સંતોષ સદાબ્રીજસિંગ (39)એ બારડોલી કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે સુનાવણીમાં સરકારી વકીલ જિતેન્દ્ર પારડીવાલાએ ધારદાર રજૂઆતો કરતાં આરોપીના જામીન નામંજૂર થયા હતા.
પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના સિયાલજ ગામની હદમાં હોટલ બાલવાસના ગેટ નજીક આવેલા પાર્કિંગમાં સિદ્ધિવિનાયક લોજિસ્ટિકની 207 જેટલી ટ્રક ટ્રોલીઓ જપ્ત કરી હતી. આ ટ્રકોની કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ગેરકાયદે પોતાના આર્થિક ફાયદા માટે ઈડીના અધિકારી પ્રવીણ સાલુકેએ સંતોષસિંગ સદાબ્રીજ સિંગ (રહે. MMRDA કોલોની, બિલ્ડિંગ નં 5 રૂમ નં 606 મિરા લલનસિંગના મકાનમાં ભાડેથી ભક્તિ પાર્કની નજીક વડાલા, ઈસ્ટ મુંબઈ) અને સાગરિતોને સિયાલજ ખાતે મોકલ્યા હતાં. ઈડીના અધિકારી ભૈયારામ ચૌધરીને મોકલી અને સંતોષસિંગ બે અઠવાડિયા જેટલો સમય રોકાઈ પુનિતભાઈ કાબરાની જગ્યામાં મુકેલી ટ્રોલીને દીવાલ તોડી ટ્રકના નંબર છેકી બારોબાર વેચવાનું ષડયંત્ર રચ્યું હતું.
6 જેટલી ટ્રોલીને સંજય જયશ્વાલને વેચાણ કરવા સુરતથી નાસિક મોકલી રહ્યા હતાં તે દરમિયાન પકડાઈ ગયા હતાં. જે ગુના અંગે 19-10-2020ના રોજ કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં સંતોષસિંગ તથા સાગરિતો પોતે ઈડીના અધિકારી ન હોવા છતાં ઈડીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ષડયંત્રને અંજામ આપ્યો હતો. આ ગુનાના આરોપી સતોષકુમાર સદાબ્રીજસિંગએ બારડોલી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જડજની કોર્ટમાં જામીન માટે અરજી રજૂ કરી હતી. જેની સુનાવણી દરમિયાન બારડોલીના પીપી. જિતેન્દ્ર પારડીવાલાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. જેને જડજ સાહેબે માન્ય રાખીને આરોપીના જામીન અરજી નામંજૂર કરેલ છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.