ખાતમુહૂર્ત:ઓલપાડના 13 ગામોમાં 27 કરોડના વિકાસકામો વેગવંતા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા- ડ્રેનેજ સહિતના કામો હાથ ધરાશે

ઓલપાડ વિધાન સભામાં સમાવિષ્ટ 13 ગામોમાં રૂ.27 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુરત જિલ્લાના કરવામાં આવ્યું હતું.

સિવણ ગામે રૂ.4.22કરોડ, સિથાણ ગામે રૂ. 1.18 કરોડ લાખ, ભારૂંડી ગામે રૂ.4.28 કરોડ, માધર ગામે રૂ.27.64 લાખ, ખલીલપોર ગામે 8.68લાખ, ઓભલા ગામે રૂ. 4.14 કરોડ, પારડી-ભાદોલી ગામે રૂ.5.30 કરોડ, કણભી ગામે રૂ. 5.6 કરોડ, એરથાણ ગામે રૂ.45.24 લાખ, વિહાર ગામે રૂ.32 લાખ, કંથરાજ ગામે રૂ.17.64 લાખ, મોરથાણા ગામે રૂ.98.53 લાખ, ગોલા ગામે રૂ.81 લાખ સહિત કુલ રૂ.27.91 કરોડના ખર્ચે ડામર, આર.સી.સી. રોડ, પેવર બ્લોક, ઓવારા, ગટરલાઈન, તેમજ પંચાયતભવન અને હળપતિ સમાજ ભવન સહિતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...