સુરત જિલ્લા એસટી વિભાગ આવનારી 20 એપ્રિલે દાહોદમાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આદિવાસી સંમેલનમાં જિલ્લામાંથી જનમેદની દાહોદના કાર્યક્રમમાં લઈ જવાના કામે લાગશે ત્યારે ફરી બે દિવસ માટે મુસાફરોને અગવડતા નો સામનો કરવો પડે તેવી શક્યતા છે. બારડોલી ડેપોથી પણ 20થી વધુ બસો દાહોદ માટે ફાળવાઇ હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે.
તાજેતરમાં જ યોજાયેલા સહકાર સંમેલન તેમજ અન્ય સરકારી કાર્યક્રમોમાં સમયે મોટે ભાગની બસો કાર્યક્રમમાં મેદની ભેગી કરવા માટે ફાળવવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી બસ સ્ટેશનો પર મુસાફરો બસની રાહ જોતાં કલાકો સુધી બેસવું પડ્યું હતું અને હોળી સમયે જ જિલ્લાના મુસાફરોને હાલાકી થઈ હતી અને હવે ફરી બે દિવસ 19 એપ્રિલે બપોરથી 20 તારીખે મોડી રાત્રિ સુધી જિલ્લાની 200થી વધુ એસટી બસો પ્રધાન મંત્રીના કાર્યક્રમમાં દાહોદ માટે મોકલાવાશે ત્યારે એસટી વિભાગ મુસાફરોને હાલાકી ન થાય એનું ધ્યાન રાખી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી મુસાફરોના ટ્રાફિકને ધ્યાનમાં રાખી યોગ્ય રૂટોનું આયોજન કરી ગરમીના દિવસોમાં મુસાફરોને યોગ્ય સવલત પૂરી પાડે એવી મુસાફરોની માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.