તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:બારડોલી પાલિકામાં આપની 12 અને અપક્ષની 5 ઉમેદવારીથી જંગ ત્રિપાખિયો થવાના એંધાણ

બારડોલી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
બારડોલી સેવા સદનમાં ઉમેદવારોના ટેકેદારનું ટોળું. - Divya Bhaskar
બારડોલી સેવા સદનમાં ઉમેદવારોના ટેકેદારનું ટોળું.
 • બારડોલી નગર પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે 132 ઉમેદવારી પત્રો ભરાયા
 • ભાજપમાંથી આવેલા રાજેશભાઇ કાયસ્થે વોર્ડ નં.9 માં કોંગ્રેસમાંથી તો કોંગ્રેસના આરીફભાઇએ અપક્ષ ઉમેદવારી કરી

સ્થાનિક સ્વરાજની ચૂટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના આખરી દિવસે બારડોલી નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો માટે 132 ઉમેદવારી પત્રો ભરાયા કોંગ્રે દ્વારા વોર્ડ નં. 9 ના 2 અને વોર્ડ નં. 6 ના 4 ઉમેદવારો છેલ્લી ઘડીએ નગર કોંગ્રેસ દ્વારા જાહેર કરાતા ભારે વિવાદ સર્જાયો હતો અને વોર્ડ નં. 6 ના કોંગ્રેસની ટિકિટના પ્રબળ દાવેદાર એવા આરીફભાઇ ની ટિકિટ કપાતા છેલ્લી ઘડીએ સમર્થકો સાથે આવી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જ્યા

રે વોર્ડ નં 9 માં શુક્રવારે જ ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા ભાજપના ત્રણ ટર્મ પાલિકાના કારોબારી અધ્યક્ષ રહી ચૂકેલા રાજેશભાઈ કાયસ્થને કોંગ્રેસે મેંડેટ આપી ઉમેદવારી કરાવતા રાજકારણ ગરમાયું હતું.બારડોલી નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી પત્રો ભરાતા નગરમાં ત્રિપાંખીયો ચૂટણી જંગ ખેલાઈ એવી શક્યતા હાલ નકારી શકાઈ એમ નથી તો નગરમાં 5 સભ્યોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

ભાજપમાંથી 72 અને કોંગ્રેસમાંથી 43 સભ્યોએ ઉમેદાવારી પત્રો ભર્યા
બારડોલી નગરપાલિકામાં ભાજપ દ્વારા 72 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરાયા, કોંગ્રેસ પક્ષમાં 43 સભ્યો જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા 12 ફોર્મ અને અપક્ષ 5 સભ્યો મળી કુલ 132 સભ્યોએ નગરના વિવિધ વોર્ડમાં ઉમેદવારી પત્રો ભર્યા છે.

સ્વાતી પટેલે 2 વોર્ડમાં દાવેદારી કરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી સ્વાતિ બેન પટેલે નગરના વોર્ડ નં.1 અને વોર્ડ નં.2 એમ બે વોર્ડ માથી પોતાની ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો