મોત પાછળનું કારણ અકબંઘ!:પલસાણામાં કરીયાણાની દુકાન ચલાવતા યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી; પોલીસે કાર્યવાહી હાથ ધરી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખાતે રહેતા 35 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ઘટના અંગે મૃતકનાએ કડોદરા પોલીસને જાણ કરતા કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે મામલે હાલ કડોદરા પોલીસે તપાસ શરુ કરી છે.

અગમ્ય કારણોસર યુવકનો આપઘાત
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલ તાતીથૈયા ખાતે એક 35 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તાતીથૈયાનાં સોનાપાર્ક 2માં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા 35 વર્ષીય સુરેશસીંઘ કૃષ્ણકુમારસિંઘ રાજપુત કે જેઓ ભાડાના મકાનમાં રહે છે. તેઓની પત્ની પિયર ગયેલી હોઈ જે દરમિયાન તેઓએ ભાડાના મકાનમાં પંખા સાથે કાપડ બાંધી અગમ્ય કારણોસર રાત્રીના ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
આ ઘટના અંગે મૃતકના ભાઈ સુરેશભાઈએ કડોદરા પોલીસને જાણ કરતા કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કડોદરા પોલીસે સ્થાનિકોની મદદથી ઘરનો દરવાજો ખોલી યુવાનના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. અને પોલીસે મૃતદેહને પી.એમ અર્થે મોકલી તેઓના પરિવારને જાણ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક
મૃતક
અન્ય સમાચારો પણ છે...