તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કારની ટક્કરે પટકાયેલો યુવક ઊભો થવા ગયો તો બાઇકે અડફેટે લેતાં મોત

નવાગામ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કામરેજના યુવકને ચાર રસ્તા તરફ જતી વેળા અકસ્માત

કામરેજ ગામે લુહાર ફળિયામાં રહેતો યુવક પોતાની બાઇક લઈ કામરેજ ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો ત્યારે એક કારચાલકે તેને ટક્કરમારતાં તે જમીન પર પટકાયો હતો. ત્યારબાદ ઊભા થવાની કોશિશ કરી રહ્યા હતાં ત્યારે અન્ય બાઇકચાલકે ટક્કર મારતાં તેમને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી વિગત મુજબ કામરેજ ગામ લુહાર ફળીયામાં રહેતાં શૈલેષભાઇ નટવરભાઇ ઠક્કર 30મી માર્ચે એકટીવા નં. (GJ- 05 -2134) પર કામરેજ ગામથી કામરેજ ચાર રસ્તાં તરફ જતાં હતા. ત્યારે કારચાલકે ટકકર મારતા રોડ પર પટકાયા હતા. કારચાલક ટકકર મારી ભાગી ગયો હતો. શૈલેષભાઇ બેઠા થવાની કોશિશ કરતા હતા ત્યારે રોડ પરથી પસાર થતા એક અજાણ્યા બાઇકચાલકે પણ ટકકર મારતા શૈલેષભાઇને નાકનાં ભાગે ઇજા પહોંચી હતી. જેથી તેમને દિનબંધુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી કામરેજની સીટી લાઇફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમની તબિયત વધુ લથડતા સુરત વેસુની ગ્રીનલીફ હોસ્પિટલમાં તા 31મી માર્ચના રાત્રે 9.00 લઇ જવામાં આવ્યા હતા, જ્યાં 2 એપ્રિલના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો