સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશનની ટીમે કડોદરા ચાર રસ્તા પરથી એક યુવાનને 100 ગ્રામ અફીણ રસ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે યુવાન તેમજ તેના મિત્ર વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લા સ્પેશિયલ ગ્રુપના માણસો કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા હેકો શૈલેષભાઈ ચંદુભાઈને ખાનગી રાહે મળેલ બાતમી આધારે કડોદરા ચાર રસ્તા પર ચામુંડા હોટલની સામે એક યુવાનને ઝડપી પૂછપરછ કરતા તેને પોટાનું નામ શંકરરામ મોહનરામ સુથાર (રહે.303 સી.ટી. પોઇન્ટ એપાર્ટમેન્ટ, રોયલ પાર્ક સોસાયટી બાબેન ,બારડોલી મૂળ રહે.શિવ પુરા પોસ્ટ માડપુરા, થાના પંચોલી ,તાં.ખીવસર જી.નાગોર રાજસ્થાન) જણાવ્યું હતુ.
પોલીસે યુવાનની અંગઝડતી કરતા તેના પેન્ટના ડાબા ખિસ્સામાંથી એક સફેદ રંગની પ્લાસ્ટિકથી થેલીમાં વિટાળેલું ચીકણું કથ્થઈ રંગનું તીવ્ર ગંધ વાળું પ્રવાહી મળી આવ્યું હતુ. પોલીસે તપાસ કરતાં પકડાયેલું પ્રવાહી અફીણ રસ હોવાનું જણાઈ આવતા તેનું વજન કરતા કુલ 112.73 ગ્રામ થયું હતુ. પોલીસે યુવાનની પૂછપરછ કરતા આ રસ શંકરરામ સુથાર પોતાને પીવા માટે લાવ્યો હતો શંકરરામ પોતે અફીણ રસ પીતો હોવાથી તે ત્રણ દિવસ અગાઉ પોતામાં ગામ રાજસ્થાન ગયો હતો.
જ્યાં તેના મિત્ર રામલાલ ઉર્ફ રામા (રહે.કાનોડ જી.ઉદયપુર રાજસ્થાન )પાસે થી ખરીદી હતુ અને તે આ રસ ખરીદી અમદાવાદ ટ્રાવેલ્સની બસ પકડીને હાલ કડોદરા ખાતે ઉતરીને બારડોલી ખાતે પોતાના ઘરે ગઈ રહ્યો હતો. આરોપીની કબૂલાતના આધારે પોલીસે અફીણ રસ આપનાર રાજસ્થાનના રામલાલને ગુના સંદર્ભે વોન્ટેડ જાહેર કરી 11,273/- ની કિંમતની અફીણ અને મોબાઈલ મળી કુલ 21,393/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે કડોદરા GIDC પોલીસને સોંપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.