તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રકે બાઇકને અડફેટમાં લેતા વાંકાનેર ગામના યુવકનું મોત

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોકરીથી પરત ફરતા આફવા પાસે અકસ્માત

આફવા ગામ પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા વાંકાનેર ગામના યુવકનું મોત નીપજ્યું હતું.

અકસ્માતની આ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર 29મી ડિસેમ્બરના રોજ બારડોલી તાલુકાના વાંકાનેર ગામે કોળી પટેલ ફળિયામાં રહેતા મીતેશભાઈ હેમંતભાઈ પટેલ (26) જેઓ ઉમરાખ કોલેજમાં કોમ્પ્યૂટર વિભાગમાં ફરજ બજાવી ઘરે પરત ફરી રહ્યા હતાં. આ દરમિયાન 6.30 વાગ્યાના અરસામાં બારડોલી વાલોડ રોડ પર આફવા ગામની સીમમાં એક શેરડી ભરેલી ટ્રક (GJ-19V-0704)ના ચાલકે મીતેશભાઈની યુનિકોન મોટરસાઈકલ નં (GJ-19AN7222)ને અડફેટમાં લીધી હતી. જે અકસ્માતમાં મીતેશભાઈ ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આશાસ્પદ યુવકનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો