અકસ્માત:નવી કાર ખરીદવા જઇ રહેલા સોનગઢ નગરના યુવકને ટ્રકે અડફેટે લેતાં મોત

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક પર જતી વેળા માણેકપોર ગામની સીમમાં અકસ્માત

તાપી જિલ્લાના સોનગઢનો યુવક મિત્ર સાથે પોતાની નવી કાર લેવા માટે બારડોલી મોટરસાકલ પર નીકળ્યો બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની હદમાં વ્યારા-બારડોલી હાઇવે પર ટ્રકે ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું.

મૂળ રારજસ્થાનના અને હાલ સોનગઢ જામણીયા દેવાલા ફળિયામાં રહેતા રાજેન્દ્રકુમાર શંકરલાલ ઉર્ફે છગનલાલ વર્મા પોતાના મિત્ર સાથે મોટરસાયકલ નં. GJ-26-Q-8787 લઈ બારડોલી નવી કાર બુક કરાવવા માટે નીકળ્યા હતા દરમિયાન માણેકપોર ગામની સીમમાંથી પસાર થતી વેળાએ પુરપાટ અને ગફલત ભર્યું હંકારી આવતી તરજ નં. GJ-5-CU-4331 ના ચાલકે રાજેન્દ્રની મોટરસાયકલને સાઇડેથી ટક્કર મારી અથડાવતા મોટાર્સાયકલ સ્લીપ થઈ હતી જેમાં રાજેન્દ્ર શંકરલાલમાં માથા પરથી ત્રાકનું ટાયર ફરી જતાં ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે મિત્રને સાધારણ ઇજા થઈ હતી. ઘટના અંગે બારડોલી પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...