માંડવી તાલુકાના દેવગઢ ગામની ઘટના:વિસર્જન બાદ વરેહ નદીમાં નાહવા પડેલો તરૂણ ડૂબ્યો

માંડવી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના દેવગઢ ગામે વરહે નદીમાં ગણેશજીનું વિસ્રજન કરવા આવેલ ઝંખવાવના પરિવારના એક યુવકનું પાણીના વહેણમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સતકૈવલ ફળિયામાં રહેતા પરિવારના ગણેશજીનું સ્થાપન બાદ ગણેશ વિસ્રજનના દિવસે માંડવીના દેવગઢ ગામે વરેહ નદીનામાં વિસર્જન કરવા આવેલ પરિવાર સાથે ઝંખવાવ સતૈવલ ફળિયાનો રહીશ હર્ષ શૈલેશભાઈ ચૌધરી (17) કે જેઓ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.

તેઓ પણ વિસર્જનયાત્રામાં જોડાયા હતા અને ગણેશજીનું વરેહમાં વિસર્જન કર્યા બાદ નાહવા પડેલ હર્ષ અચાનક પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો અને ડૂબી જતા મોત નીપજ્યું હતું. માંડવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...