આપઘાત:મનોરોગની સારવાર માટે આવેલી મહિલાએ હોસ્પિટલમાં ફાંસો ખાધો

પલસાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની મહિલાએ પલસાણાની હોસ્પિટલમાં અંતિમ પગલું ભર્યું

છેલ્લા 8 વર્ષથી માનસિક બીમારીથી પીડાતી મહિલા બુધવારે સારવાર માટે પલસાણાની હોસ્પિટલમાં સારવાર માટે લવાઈ હતી પ્રથમ દિવસે રાત્રી દરમિયાન જ અસ્થિર મગજની મહિલાએ હોસ્પિટલના બાથરૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતુ.

મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના ગાંધીધામ સેકટર 1માં આવેલ પ્લોટ નંબર 19 પર આવેલા લુક્ષુરિયા એપાર્ટમેન્ટના G 6 માં રહેતા વીરેનભાઈ રતિલાલભાઈ મોરબીયાની પત્ની ખુશ્બૂબેન (39)નાઓ વર્ષ 2014 થી માનસિક બીમારી ધરાવે છે જે બીમારીની સારવાર કરાવવા તેઓએ પલસાણા ખાતે માનસિક બીમારને સારવાર કરતી હોસ્પિટલનો સંપર્ક કરી 15 માર્ચના રોજ દિવસ દરમિયાન તેઓ સારવાર માટે ખુશ્બૂબેનને લાવ્યા હતા, જે ખુશ્બૂબેનને વોર્ડમાં અન્ય બીમાર મહિલાઓ સાથે રાખવામાં આવી હતી.

જે દરમિયાન મોડી રાતે ખુશ્બૂબેન વોર્ડના બાથરૂમમાં લોખંડની જાળી સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાધો હતો. હોસ્પિટલ સ્ટાફને મહિલા વોર્ડમાં નહિ મળી આવતા તપાસ કરતા બાથરૂમમાંથી ફાંસો ખાધેલી બેભાન હાલતમાં મળી આવી હતી. મહિલાને સારવાર માટે તરત ચલથાણ ખાતે આવેલ સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...