ધરપકડ:સપ્તાહ પૂર્વે તાંતીથૈયા ગામની મિલમાં ચોરી કરનારી ટોળકીને દબોચી લેવાઇ

પલસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પકડાયેલા ત્રણેય તસ્કર પાસેથી ચોરીના સામાન સહિત 70 હજારનો મુદ્દામાલ જપ્ત

ગત અઠવાડિએ તાંતીથૈયાની એક મિલમાં રાત્રી દરમિયાન તસ્કરો ઓફિસમાં ઘુસી એલ્યુમિનિયની 120 પટ્ટી ચોરી ગયા હતા ઘટના અંગે કડોદરા પોલીસે ગુનો નોંધ્યો હતો પલસાણા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ત્રણ ઇસમોને ઝડપી તપાસ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે આવેલ અશ્વિની ઇન્ડસ્ટ્રીઝમાં ગત 4 જાન્યુઆરીના રોજ વહેલી સવારે મિલમાં કાચની બારી માંથી અજાણ્યો તસ્કર મિલમાં ઘુસી ઓફિસમાં મોટર પ્લાન્ટની બાજુમાં મુકેલ 120 નંગ એલ્યુમિનિયની પટ્ટી ચોરાય ગઈ હતી ઘટના અંગે મેનેજર મ્યુરભાઈ વાકોડેને જાણ કરતા મયુરભાઈ આવી કંપનીમાં લગાવેલા CCTV તપાસતા 4 જાન્યુઆરીના રોજ સવારે 3 વાગ્યાના અરસામાં અજાણ્યો તસ્કર મિલમાં પ્રવેશી એલ્યુમિનિયની પટ્ટીઓ ચોરી કરતો નજરે ચઢ્યો હતો ઘટના અંગે મયુરભાઈ કડોદરા પોલીસ મથકના 30 હજારની મતા ચોરાવા અંગે ફરિયાદ આપી હતી જે દરમિયાન શનિવારના રોજ પલસાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગ પર હતો જે દરમિયાન પો.કો.દિનેશભાઇ ગોવિંદભાઇ નાઓએ મળેલી બાતમી આધારે જોળવા પાટિયા પર એફ.ઝેડ.મોટરસાયકલ GJ 05 GH 1112 પર ત્રણ ઈસમોને શંકાસ્પદ હાલતમાં જોઈ તેમની પૂછપરછ કરતા ત્રણ પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોવાનું બહાર આવ્યું હતુ.

આ ત્રણેય ઈસમો પાસે તપાસ કરતા તેમની પાસેથી 120 નંગ એલ્યુમિનિયની પટ્ટીઓ મળી આવી હતી પોલીસ પૂછપરછમાં તેઓએ તાંતીથૈયાની એક મીલમાં કાચ તોડી અંદર પ્રવેશી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ પોલીસે વિવેકભાઈ પન્નાલાલ યાદવ (19) તેમજ દિવાકર કૃષ્ણા શાહુ (25 ) બન્ને (રહે.સોની પાર્ક સોસાયટી શાંતિનિવાસ પેલેસ મૂળ કટની જિલ્લો મધ્ય પ્રદેશ ) ની અટકાયત કરી 30 હજારની કિંમતની એલ્યુમિનિયની પટ્ટી ,મોટરસાયકલ અને મોબાઇલ મળી કુલ 75,500/-નો મુદ્દા્માલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...