તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાડ:બેકાર સાઇલકમાંથી ખેડૂતે બનાવ્યું નિંદામણ દૂર કરવાનું અનોખું યંત્ર

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

માનવ જીવનમાં ઘણા પરિવારોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડ છે, પરંતુ આવા સંજોગોમાં જે પરિવાર ધીરજ રાખી કંઈક કરવાની મક્કમતા રાખે છે ત્યારે સરળતા, સહજતાનો માર્ગ મળી રહે છે. માંડવી તાલુકાના પરવટ ગામે રહેતા અર્જુનભાઈ ધનજીભાઈ ચૌધરી તથા તેમના પત્ની વનીતાબહેન આર્જુનભાઈ ચૌધરી પાસે માત્ર એક એકર જેટલી જમીન હશે. જેમાં સમયાંતરે ડાંગર, સોયાબીન, જુવાર, તુવરનું વાવેતર કરતાં હોય, વાવેતર બાદ પાકની સાથે નીંદામણ નીકળી આવતું હોય છે.

આર્થિક સ્થિતિ નબળી હોવાથી બળદ વસાવવું સંભવ ન હોવાથી નિંદામણની આફતને દૂર કરવા સતત વિચારતાં રહ્યાં બાદ ઘરે પડેલી બિન ઉપયોગી સાયકલની સામગ્રી તથા લાકડાનો ઉપયોગ કરી બનાવેલ સાધનમાં ‘કરબ’ (નંદામણ દૂર કરવાનું લોખંડનું સાધન) લગાવી ખેતરમાંથી નંદામણ દૂર કરવા ખુબ ઉપયોગી સાધન બનાવી દીધુ છે.

પતિ સાયકલના પૈડાના કારણે સરળતાથી સાધન ખેંચે છે. જ્યારે પત્ની પાછળ રહી માત્ર નિંદામણ દૂર થાય અને વાવેતર કરેલા પાકને નુકસાન ન થાય તે માટેનું ધ્યાન રાખે છે. આમ જાતે બનાવેલું યંત્ર કામ આપી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...