તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવી તાલુકાનાં ફેદરિયા ચાર રસ્તા ખાતે એક બાઇક પર ૩ સવાર યુવકોને ટ્રક દ્વારા સામેથી અડફેટે લેતા 2 ઘવાયા હતા. જ્યારે, યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા તાલુકાનાં કોલવણ ગામ ખાતે રહેતા યુવકો અજય રાતીલાલભાઈ વસાવા, દુરગેશ ગોપાલભાઈ પાડવી અને રોહિત બલીરામભાઈ પાડવી નાંઓ બાઇક પર કીમ થી પોતાનાં ઘરે જઈ રહ્યા હતા તે સમયે બાઇક અજય ચલાવી રહ્યો હતો.
ત્યારે ફેદરિયા ચોકડી ખાતે એક ટ્રક ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી બાઇકને અડફેટે લેતા ત્રણે યુવકો રોડ પર ફંગોળઈ જતા અજયને માથાનાં ભાગે ગંભીર ઈજા થતા તે બેભાન થઈ ગયો હતો .તેથી તેને 108 મારફતે માંડવી સરકારી ત્યારબાદ બારડોલી સરદાર અને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. પરંતુ અજયને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ વાતની જાણ માંડવી પોલીસને કરતા માંડવી પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બેફામ બનેલી ટ્રકોએ 15ના ભોગ લીધા
કીમ માંડવી રોડ પર પણ એક બેફામ બનેલી ટ્રકે 15ના ભોગ લીધા હતા. ત્યારબાદ ગત સપ્તાહમાં એક બેફામ બનેલી ટ્રકે ભજનમંડળીને અડફેટમાં લેતા એકનું મોત નીપજ્યું હતું અને ફરી બેફામ બનેલી ટ્રકે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું છે. આવી બેફામ દોડતી ટ્રકો પર તંત્ર પગલા ભરી થતા અકસ્માત અટકાવે એ જરૂરી બન્યું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.