કાર્યવાહી:ચોર ખાનું બનાવી 70 લાખના ગાંજાની હેરાફેરી કરતી ટ્રક ઝડપાય

નવાગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈ વે પર હોટલ પાછળ પાર્કિંગમાં બીનવારસી ટ્રક મળી

હરિયાણા પાર્સિંગની ટ્રકનાં કન્ટેનરમાંથી તથા ડ્રાઇવર કેબિનમાંં બનાવેલા ચોર ખાનામાંથી જંગી માત્રામાંં ગાંજો છુપાવેલો હતો ટ્રક સહિત કુલ 80,11,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા ઇસમનેે વોન્ટેડ જાહેર કરવામાંં આવ્યો હતો.

SOG ગ્રામ્ય પોલીસમાંં ફરજ બજાવતાં એએસઆઇ ભુપેન્દ્ર અંબિકા પ્રસાદ તથા હે કો.રોહિત બાબુભાઇને મળેલ સંયુકત બાતમીથી ઉંભેળ ગામની સીમમાં ને હા.48 મુંબઇ તરફનાં રોડની બાજુમાં આવેલ હોટલ મહાદેવનાં પાછળનાં તરફનાં પાર્કિંગ કરેલી એક ટ્રકમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદે વગર પાસ પરમિટે ભરેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

SOGની ટીમે અશોક લેલન ટ્રક નં (HR 46 D 7337)ની તલાશી લેતા ટ્રકનાંં પાછળનાં કન્ટેનરમાં તથાં ડ્રાઇવર કેબીનમાં બનાવેલાં ચોરખાનામાં છુપાવેલો 70, 1.100 કિલો વનસ્પતિ ગાંજાનો જથ્થો કિં 70,11,000નો જથ્થો કબજે કર્યો હતો તથા અશોક લેલન ટ્રકની કિં. 10,00,000 તથા પિતળનાં બેે તાળા કિં 100 રૂપિયા મળી કુલ 80,11,00,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસનાં જણાવ્યા મુજબ ટ્રકનો કબજો ધરાવનાર અજાણ્યો ઇસમ તેનાંં કબજાની ટ્રકમાંં કોઇ અન્ય જગ્યાએથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવી હોટલ મહાદેવનાંં પાછળનાંં પાર્કિંગમાં મુકી નાસી ગયો હોય પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાંં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...