તોતિંગ વૃક્ષ ધરાશય:બારડોલીમાં દીપનગરમાં વૃક્ષ મોટરસાયકલ પર પડતાં મોટરસાયકલનો ખુરદો, ઘટના CCTV કેમેરામાં કેદ

બારડોલી13 દિવસ પહેલા
  • પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ

બારડોલીના દીપનગર સોસાયટીની સામે તોતિંગ વૃક્ષ મોટર સાયકલ પર ધરાશય થતા મોટર સાયકલનો ખુરદો થઈ ગયો હતો. વૃક્ષ ધરાશય થવાની ઘટનાં નજીકમાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઈ હતી. હાલ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને વૃક્ષ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

CCTVના વિડીયો વાયરલ થતાં તરત પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે પોહચી
બારડોલી નગરમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાની વધુ એક વાર પોલ ખુલતી ઘટના પ્રકાશમાં આવી હતી. બારડોલી નગરના પ્રમુખ સ્વામી સર્કલથી આશાપુરી માતાનાં મંદિર તરફ જતા માર્ગ પર દીપનગર સોસાયટીની સામે તોતિંગ પીપળાનું વૃક્ષ ધરાશયી થયું હતું. વૃક્ષ ધરાશયી થતા દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયાં હતાં . જોકે ત્યાં ટ્યૂશન કલાસીસ પણ ચાલી રહ્યાં હોઈ ક્લાસના સંચલાક એવા રીંકેશભાઈ રાજેશભાઈ મિસ્ત્રીએ પોતાની મોટર સાયકલ વૃક્ષની નીચે પાર્ક કરી હતી. વૃક્ષ ધરાશયી થઈને સીધું બાઇક પર પડતા બાઇકનો ખુરદો બોલી ગયો હતો. ઘટના મામલે સીસીટીવીના વિડીયો વાયરલ થતાં તરત પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે પોહચી તૂટી પડેલ વૃક્ષને દૂર કરવા કામગીરી શરૂ કરાઇ હતી.

નડતરરૂપ વૃક્ષોના સર્વેનાં અભાવે વારંવાર બનતી ઘટનાઓ
નગરમાં પ્રથમ વરસાદ પડ્યો તે સમયે પાલિકાએ ચામડી બચાવવા અનેક નડતર રૂપ વૃક્ષો દૂર કરવા નિકળી હતી. પરંતુ અગાઉથી જ નગરમાં આવા નડતરરૂપ વૃક્ષોનો યોગ્ય સર્વે કરવાની જરૂર હતી. જે નહિ કરાતા આવી દુર્ઘટનાઓ હવે સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...