તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મારામારી કરતા બેને છોડાવા જતા ત્રીજાને ધક્કો લાગતા મોત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

માંડવી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાનાં તડકેશ્વર ખાતે મારામારી કરતા બે ઇસમોને અટકાવવા જતા ત્રીજા વ્યક્તિને ધક્કો લાગી જતા ઓટલાની ધાર પેટમાં વાગી જતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો. પરંતુ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું.તડકેશ્વર ગામ ખાતે રહેતો યુવક સચીન વજીરભાઈ વસાવા (25) પોતાના ઘરે હતો. તે વેળાએ તેના કૌટુંબિક ભાઈનો અન્ય ઈસમ સાથે ઝપાઝપી થતા સચીન બન્નેને છોડાવવા પ્રયત્ન કરતો હતો.

પરંતુ તેને ધક્કો લાગી જતા તે ઓટલાની ધાર પર પડતા ધાર તેના પેટમાં વાગી હતી. જેથી તેને સારવાર અર્થે તડકેશ્વર શીફા હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થતા તેના નાના ભાઈ સાવન વજીરભાઈ વસાવા (23) દ્વારા માંડવી પોલીસને ખબર આપી સચીનને આગળ પણ પડી ગયો હતો. ત્યારે ખેંચ આવી હોવાનું જણાવતા માંડવી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાય હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો