મિશન એજ્યુકેશન:પડાવમાં રહેતા બાળકોને ભણાવવા તંબુ શાળા બનાવાઇ

કડોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાની ભટલાવમાં શેરડી કટિંગ અર્થે આવેલા પરિવારોના બાળકો માટે નવી પહેલ

બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામ ખુબ જ નાનુ અને મહત્તમ આદિવાસી વસતિ ધરાવે છે. પરંતુ ગામના લોકોના ઉંચા વિચારથી ગામની શિક્ષણ ક્ષેત્રે ઓળખ ઊભી થઈ છે. ગામની નજીક શેરડી કાપવાના પડવામાં રહેતા નાના બાળકો જે પોતાના પરિવાર સાથે આવતાં તેમનું ભણવાનું બંધ થઈ જાય છે. જેની ચિંતા ગામના સરપંચને થતાં તેણે એનઆરઆઈ સંસ્થાનો સંપર્ક કરી ગામ નજીક રહેતા પડાવમાં સરવે કરી 35 છોકરાઓને અભ્યાસ કરાવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં આવી શાળા કદાચ પ્રથમ હશે.

સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં કહેવાય છે. આજની પેઠી આવતીકાલનું ભવિષ્ય છે માટે તમામ બાળકોએ શિક્ષણ ફરજિયાત પર ભાર આપે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં શેરડી કાપવા માટે આહવા, ડાંગ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી આદિવાસી મજૂરો આવે છે.

આ મજૂરો છ મહિના સુધી ગુજરાતમાં રહે છે. તેમની સાથે તેમના નાના બાળકો પણ આવે છે. જેથી બાળકોના શિક્ષણ પર માઠી અસર પડે છે. આવા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં તો ભરવામાં આવ્યા નથી, પરંતુ આવા બાળકોના શિક્ષણનો વિચાર નાની ભટલાવ ગામના યુવા સરપંચઅંકિત ચૌધરીને આવ્યો હતો. તેમણે એનઆરઆઈ સંસ્થાનો સંપર્ક કરી શાળા શરૂ કરવાનો નિર્યણ કર્યો.

ગામની આજુબાજુ રહેતા શેરડી કાપવા આવેલા મજૂરોના પડાવમાં ઝુપડે ઝુપડે જઈ કેટલા બાળકોનો છે અને કેટલા બાળકો ભણવા લાયક છે તેનો સરવે કર્યો. ત્યારબાદ તેમના મુકાદમનો સંપર્ક કરી બાળકોને ભણાવવા માટે વાલીઓને રાજી કર્યા. વાલીઓ રાજી થતાં ગામમાં તંબુ બનાવી પ્રાથમિક ધોરણે શાળાની શરૂઆત કરી હતી. આ શાળામાં 35 બાળકો શિક્ષણ માટે આવ્યા. બાળકોને શૈક્ષણિક કીટ એઆઈએફ સંસ્થા દ્વારા આપવામાં આવી. શાળાએ આવતાં બાળકોને સંસ્થા દ્વારા એક સમય નાસ્તો પણ આપવામાં આવે છે. બાળકોને ગામની જ એક દીકરી શિક્ષણ આપી રહી છે.

પરીક્ષાની તૈયારી માટે લાયબ્રેરી પણ બનાવાઇ
નાની ભટલાવ ગામના યુવાનો વિવિધ પરિક્ષાની તૈયારીઓ કરી શકે તે માટે ગામમાં જ લાયબ્રેરી બનાવવામાં આવી હતી. જેમાં કેટલાય યુવાનો ઉત્તીર્ણ થઈ સરકારી નોકરીમાં સેવા આવી રહ્યાં છે.

આવતા વર્ષ માટે માયગ્રેશન સર્ટી લાવવા જણાવાયું
ગામમાં બનાવેલ શાળામાં અભ્યાસ કરતાં બાળકો સુગર ફેક્ટરી બંધ થઈ જતાં પરત વતન જતા રહે છે. ફરી ત્યાં અભ્યાસમાં જોડાય જાય છે. ફરી આવતા વર્ષે આવે ત્યારે વાલીઓને જણાવવામાં આવ્યું છે કે જેતે શાળામાં અભ્યાસ કરે ત્યાંથી આ વર્ષે આવે ત્યારે માયગ્રેશન સર્ટી લઈને આવવું જેથી તેઓ આવતા વર્ષે નાની ભટલાવ ગામે આવેલ પ્રાથમિક શાળામાં પ્રેવશ આપી શકાય. અંકિત ચૌધરી (નાની ભટલાવ સરપંચ)

અન્ય સમાચારો પણ છે...