કાર્યવાહી:તેન ગામની સીમમાં 14 ભેંસ ભરી પસાર થતો ટેમ્પો ઝડપાયો

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરાથી ભેંસો ભરી મહારાષ્ટ્રના ધુલિયા લઈ જવાતી હતી

બારડોલી ના તેન ગામની સીમમાંથી પસાર થતાં ટેમ્પોમાં ભેંસ ભરી લઈ જવાતી હોવાની બાતમી ગૌરક્ષકોએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં આપતાં બારડોલી પોલીસે 14 ભેંસ સાથેનો ટેમ્પો ઝડપી લઈ એકની અટક કરી હતી જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.

ગૌરક્ષાના કામ સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને અંગત રીતે બાતમી મળી હતી કે એક આઈશર ટેમ્પોમાં ગેરકાયદે ગાય અથવા ભેંસ ભરી મહારાષ્ટ્ર રાજ્યમાં મોકલવામાં આવી રહ્યાં છે. આ અંગે ગૌરક્ષકોએ હાઇવે પર વોચ ગોઠવતાં તેન ગામની સીમમાં મીંઢોળા પુલ નજીક મોડી રાત્રીના બાતમી મુજબનો આઈસશર ટેમ્પો નંબર GJ-06-TT-7911 નજરે પડતાં ટેમ્પોને અટકાવ્યો હતો. સામે ગૌરક્ષકો ઉભા હોય ટેમ્પો ચાલક ટેમ્પો હાઇવે ની સાઈડ પર ઉભો કરી અંધારાંનો લાભ લઇ નાસી ગયો હતો, જ્યારે ક્લિનર ઝડપાયો હતો.

આ અંગે ગૌરક્ષકોએ પોલીસ કન્ટ્રોલમાં જાણકારી આપતાં બારડોલી પોલીસને જાણ કરી હતી.પોલીસ સ્થળ પર પહોંચી ટેમ્પોનો કબ્જો સંભાળી તપાસ કરતાં તેમાંથી ચારા પાણીની સગવડ વિના ખીચોખીચ ભરવામાં આવેલી 14 જેટલી ભેંસ મળી હતી. ક્લિનર રફીક ઈસ્માઈલ મલેક રહે.આંતી તા.પાદરાની પૂછપરછ કરતાં આ ભેંસો આંતી ગામે જ રહેતાં શકીલ રસુલ ખાન અલબીએ ભરાવી હતી અને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઈ જવામાં આવતી હતી. આ બનાવમાં રૂ.2,80,000ની કિંમતની ભેંસો અને 3,00,000નો ટેમ્પો અને એક મોબાઈલ કિંમત 2,000 મળી કુલ રૂપિયા 5,82,000 ની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી નાસી ગયેલા ટેમ્પોચાલક શાહરુખ રહે. ભોજ તા.પાદરા અને શકીલ રસુલ અલબીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...