નયનરમ્ય દ્રશ્ય:નેશુ નદીનો 47 વર્ષ જૂનો પુલ જાણે દરિયામાંથી પસાર થતો હોવાનો અદભુત નજારો

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
180 મીટરની લંબાઈ ધરાવતો પુલ - Divya Bhaskar
180 મીટરની લંબાઈ ધરાવતો પુલ
  • પુલની બંને બાજુ પાણી પથરાઇ જતાં મનમોહક દ્રશ્ય નિહાળવા લોકો થંભી જાય છે

નેશુ નદીના કિનારા વિસ્તારમાં ફુગારાના પાણીથી ખેડૂતો ખેતી કરતા હોવાથી, ચોમાસામાં પાકની વાવણી કરી દેતા હોય છે. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર ઉચ્છલ, કુકરમુંડા અને નિઝરનાં ગામોના વિસ્તારમાં ડેમના ફુગારાના પાણીનો ભરાવો રહેતો હોય છે.

જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ સુધી મોટા પ્રમાણમાં અત્રે ફુગારાનું પાણી જોવા મળતું હોય છે. જેનાથી અમુક વિસ્તારમાં ઊડીને આંખે વળગે તેવા આહલાદક કુદરતી નજારાનું નિર્માણ થાય છે. નેશુ નદી પર સ્ટેટ હાઇવે નં.80 પર 1974માં પુલ બન્યો હતો. આજે 47 વર્ષ થયા છે.

180 મીટરની લંબાઈ ધરાવતાં આ પુલની બંને બાજુ ડેમના ફુગારાના પાણી પથરાઇ જતાં જાણે દરિયામાંથી માર્ગ પસાર થતો હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાય છે. પુલ પરથી દિવસ દરમિયાન અંદાજે 1200 જેટલા નાના મોટાં વાહનો પસાર થતા હોય છે. જેમાં ઘણાં વાહનો આ આહલાદક દ્રશ્ય નિહાળવા ઊભા રહી જાય છે.

નેશુ નદીના કિનારા વિસ્તારમાં ફુગારાના પાણીથી ખેડૂતો ખેતી પણ કરતા હોવાથી ચોમાસામાં પાકની વાવણી કરી દેતા હોય છે.ક્યારેક ચોમાસુ સારું થતા વધારે પાણી આવતા, પાકો પર ફુગારાનું પાણી ફરી વળતું હોય છે. ફુગારાના પાણીથી આજુબાજુનાં ગામોમાં ઇરિગેશન વિભાગ પાણી લિફ્ટ કરી ખેડૂતોને પાણી પણ પહોંચાડે છે. નારણપુર, વડપાડા, વડખુંર્ડ, કમલાપુર, છાપટી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંઆ પાણી પાઇપલાઇન થકી પહોંચાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...