તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કામરેજની ખાનગી હોસ્પિટલના સ્ટોરરૂમમાં શોર્ટસર્કિટથી આગ

બારડોલી, સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બનાવ સમયે 7નો નર્સિંગ સ્ટાફ, એક જ દર્દી: જાનહાનિ ટળી
 • 20 સિલાઈ મશીન અને ડ્રેસ મટીરીયલ બળીને ખાખ

બારડોલી-કામરેજ કેનાલ રોડ પર જલારામ સોસાયટીની બાજુમાં પહેલા માળે આવેલ દેવકી વુમન્સ હોસ્પિટલમાં સવારે આઠ વાગે સ્ટોર રૂમમાં શોર્ટસર્કિંટથી આગ લાગી હતી. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં ફકત એક જ પેશન્ટ હતું અને સાત જેટલા નર્સિંગ સ્ટાફ હાજર હતો. આગ નજરે પડતા હોસ્પિટલનાં સ્ટાફ અનેે સોસાયટીનાં રહીશો દોડી આવ્યા અને આગ બુઝાવવાની કોશિશ કરી હતી.

દરમ્યાન કામરેજ ફાયર બ્રિગેડને જાણ કરાતા બે ફાયર ફાઇટરો આગનાં સ્થળે ધસી જઇ પાણીનો મારો ચલાવી 15થી 20 મિનિટમાં આગને કાબૂમાં લઇ લીધી હતી. તેમજ તકેદારીનાં પગલા રૂપે કામરેજ જીઇબીએ ઘટના સ્થળનો વીજપુરવઠો કાપી નાંખ્યો હતો. મુખ્ય તબીબ બહાર હોવાથી નુકસાનીની વિગત જાણવા મળી નથી.

ઉધના હરિનગરમાં ડ્રેસ સિલાઈના ખાતામાં મળસ્કે આગ ભભૂકી ઊઠી
સુરત​​​​​​​-ઉધના હરીનગરમાં ડ્રેસના સિલાઈના કારખાનામાં મળસ્કે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં સિલાઈ મશીન અને ડ્રેસ મટીરીયલ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કારખાનું બંધ હોવાથી સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.ઉધના હરીનગર રોડ ખાતે આવેલા કોલકાતા ફેશન નામના ડ્રેસ મટીરીયલના સિલાઈના કારખાનામાં રવિવારે મળસ્કે 5:11 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી.

બનાવની જાણ થતા મજુરા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર નિલેશ દવે અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર લેથનું કારખાનું હતું અને પહેલા માળે સિલાઈના કારખાનામાં આગ લાગી હતી. પહેલા માળે લાગેલી આગ બીજા માળ સુધી પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. કારખાનું બંધ હોવાથી સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. જોકે, કારખાનામાં મુકેલા 20 જેટલા મશીન અને ડ્રેસ મટીરીયલનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો