ભૌતિક સ્થિતિ અંગે સમિક્ષા:ઓલપાડનાં તાલુકા પંચાયતમાં શાળાઓની સમિક્ષા બેઠક મળી

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૈક્ષણિક, વહીવટી તેમજ ભૌતિક સ્થિતિ અંગે સમિક્ષા

તાજેતરમાં સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમ તેનાં નિર્ધારિત સમયે સમગ્ર રાજ્યમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. શિક્ષણ વિભાગનાં પરિપત્ર અનુસાર યોજવામાં આવેલ આ કાર્યક્રમનો અમલ ઓલપાડ તાલુકામાં શબ્દશઃ કરવામાં આવ્યો હતો. તાલુકાની 110 શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણીનાં ભાગરૂપે કુલ 11 રૂપોમાં નિયુક્ત થયેલ રાજ્ય કક્ષાનાં, જિલ્લા કક્ષાનાં અને તાલુકા કક્ષાનાં અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તેમણે નિયત શાળાઓમાં ધોરણ એક માં પ્રવેશ પામેલ બાળકોને વિધિવત પ્રવેશ કરાવીને સૌને આશીર્વચનો પૂરા પાડ્યા હતાં. શિક્ષણ વિભાગનાં પરિપત્ર અનુસાર કાર્યક્રમનાં અંતિમ દિવસે તાલુકા કક્ષાએ એક રીવ્યૂ બેઠકનું આયોજન તાલુકા પંચાયત સભાખંડ, ઓલપાડ ખાતે કરવામાં આવ્યું હતું. ડી. એમ. પઠાણ (નાયબ સચિવ, શિક્ષણ વિભાગ, ગાંધીનગર)નાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ રીવ્યૂ બેઠકમાં તમામ રૂટનાં નિયુક્ત અધિકારીઓ, શિક્ષક સંઘનાં હોદ્દેદારો તેમજ સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેમજ બી.આર.પી.ઓ હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે સ્ક્રીન ઉપર વન બાય વન તાલુકાની શૈક્ષણિક સ્થિતિનું વિવરણ કર્યું હતું. આ તબક્કે તેમણે અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે યોગ્ય સંકલન સાધી હજી પણ તાલુકાને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. ઉપસ્થિત સૌએ આ પ્રેઝન્ટેશનને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ટેકનિકલ સપોર્ટ બ્લોક એમ.આઇ.એસ. સંજય રાવળે પૂરો પાડ્યો હતો. અંતમાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...