વધુ 1 ચોરી:બારડોલીમાં નિવૃત જજ અમદાવાદ ગયા ને તસ્કરો ઘરમાંથી 1.27 લાખ ચોરી કરી ગયા

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી પંથકમાં ચોરીની ઘટના રોજિંદી બનતા રહિશોમાં ફફડાટ

બારડોલી નગરમાં તસ્કરોએ એડી.ડિસ્ટ્રિક્ટ જ્જના બંધ ઘરના દરવાજાનું નકોચુ તોડી અંદર ઘૂસીને રોકડા રુપિયા 1.20 લાખ અને સોનાના દાગીના મળી કુલ 1.27 લાખની ચોરી કરી ગયા હતા. મળતી વિગતો મુજબ બારડોલીના શ્રીપતિવિલા સોસાયટીમાં રહેતા અને મુળ મોડાસાના નિરંજન મુકુંદરાય વ્યાસ એડિશનલ જજ તરીકે નિવૃત થઈ, સુરતના ટોરેન્ટ પાવર પ્રા.લિ.માં ચેરપરસન તરીકે ફરજ બજાવે છે.

વધુમાં અમદાવાદ ટોરેન્ટ પાવર પ્રા.લી.માં CGRFમાં ચેર પરસન તરીકેનો એડીશનલ ચાર્જ હોય, રવિવારે ઘર બંધ કરીને પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. મંગળવારની રાત્રે અજાણ્યા તસ્કરો બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું. રાત્રીના 2 વાગ્યાના સમયે બાજુની સોસાયટીની દીવાલ કૂદીને આવ્યા હતા અને ઘરના મુખ્ય દરવાજાનો લોકને તોડી 1.20 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના ઘરેણાં 7,500 રૂપિયા મળી કુલ 1,27,500 રૂપિયાની ચોરી કરી હતી.

ફ્રિજમાં મુકેલા ડ્રાયફ્રુટ પણ લઈ ગયા હતા. બુધવારે સાંજે બંધ ઘરનો દરવાજો પવનમાં ખુલી ગયો હતો. જે સોસાયટીના રહીશોએ જોતા ઘરમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા, ચોરીની જાણ પરિવારને કરી હતી. જેથી હિંમતનગર જઇ રહેલા નિવૃત જજ અને તેમના પરિવારને અડધે રસ્તેથી જ બારડોલી પરત ફરવાની નોબત આવી હતી.

સવા બે કલાક ઘરમાં રોકાઇ ઠંડે કલેજે ચોરી કરી ગયા
બુધવારે રાત્રીના 2 વાગ્યે 3 તસ્કરો ઘૂસ્યા હતા. જે ઘટના સોસાયટીના સી.સી.ફુટેજમાં કેદ થઈ છે. મોઢે બુકાનીધારી, એક તસ્કરના પાછળ બેગ ભેરવી હોય, એવું જણાય છે, બીજાના હાથમાં કોઈ સાધન જેવું જોવા મળે છે. 2:00 વાગ્યે ઘરમાં ઘૂસ્યા બાદ 4:15 વાગ્યે બહાર નીકળતા જોવા મળ્યા છે.

કપડાની બેગમાં મુકેલ રોકડા 50,000 તેમજ કબાટમાં રાખેલ રોકડા 50,000, પત્નીના પાકીટમાં મુકેલ રોકડા 20,000 તથા ચાંદીના પાંચ નંગ સિક્કા દસ ગ્રામ 2500 રૂપિયા, તેમજ સોનાની એક કાનની કડી કિંમત 5000 રૂપિયા મળી કુલ 1,27,000 રૂપિયાની ચોરી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...