મોનસૂન રિટર્ન:ગુરુવારે મહુવામાં સવા ઈંચ પડ્યો

બારડોલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખરા સમયમે મેઘરાજાની ફરી એન્ટ્રીથી ડાંગર પકવતા ખેડૂતો ખુશખુશાલ. - Divya Bhaskar
ખરા સમયમે મેઘરાજાની ફરી એન્ટ્રીથી ડાંગર પકવતા ખેડૂતો ખુશખુશાલ.
  • અન્ય 5 તાલુકામાં પણ હળવો વરસાદ

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યાર બાદ ગુરુવારના રોજ જિલ્લાના 6 તાલુકામાં પોતાની હાજરી પુરાવી હતી. સૌથી વધુ વરસાદ મહુવામાં સવા ઈંચ પડ્યો હતો. ખરા સમયે મેઘમહેરને લઇ ખેડૂતોએ રાહત અનુભવી હતી.

જુલાઈ માસના છેલ્લા પંદર દિવસમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં જિલ્લો તરબોર બની ગયો હતો. નદીનાળા છલકાઈ ગયા હતાં. ખેડૂતોના ચહેરા પર રાહત જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જે દરમિયાન તાપમાનમાં વધારો થતાં લોકો તાપમાનથી અકળાયા હતાં. ગુરુવારના રોજ સવારથી વાદળછાયુ વાતાવરણ જોવામળ્યું હતું. જિલ્લામાં કેટલાક જગ્યાએ સવારથી ઝરમર વરસાદ તો કેટલીક જગ્યા છુટાછવાયા ઝાપટા સાથે મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી હતી.

ગુરુવારના રોજ સવારે 6.00થી સાંજે 6.00 કલાક દરમિયાન બારડોલીમાં 11મીમી, ઓલપાડમાં 7 મિમી, કામરેજમાં 19 મિમી, પલસાણામાં 7 મિમી, મહુવામાં 32 મિમી, માંગરોળમાં 4 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે માંડવી, ચોર્યાસી, અને ઉંમરપાડમાં મેઘરાજાની ગેરહાજરી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...