કડોદરા પોલીસનો દરોડો:નિયોલ ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 1ને વોન્ટેડ જાહેર કર્યો

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે નિયોલ ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઇકો કારમાં કારટિંગ કરી સગેવગે કરવામાં આવતા 48 હજારનો વિદેશી દારૂ કબ્જે કરી 1ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ આર.એસ.પટેલને બાતમી મળી હતી કે, નિયોલ ગામની સીમમાં નિયોલ-શેઢાવ જતા ચીકુવાડીથી અંદરના ભાગે અવાવરૂ જગ્યામાં ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો કારટિંગ કરવામાં આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી અને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 432 જેની કિંમત રૂપિયા 48,000 તથા મારુતિ કંપનીની ઇકો કાર મળી રૂ.2,48,000નો કુલ મુદ્દામાલ કબ્જે કરી ઇકો કારના ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...