સુરત જિલ્લા LCBની સફળ ટ્રેપ:ધામદોડ ગામની સીમમાંથી સગેવગે થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 99 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે 2 ની અટક જ્યારે 2 વોન્ટેડ

બારડોલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ધામદોડ ગામની સીમમાંથી એલ.સી.બી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નહેર નજીક ઝાડીઝાખરમાં સંતાડેલ વિદેશી દારૂનો કારટિંગ થતો 42 હજારથી વધુનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી 2ની અટક કરવામાં આવી, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

બાતમી આધારે પોલીસે રેડ કરી
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત જિલ્લા LCBના અ.હે.કો ચિરાગકુમાર જયંતીલાલ તથા અ.હે.કો અમરતજી રાધાજીને અંગત રાહે બાતમી મળી હતી કે એના ગામે નવી ગિરનાર ફળિયામાં રહેતો અને વિદેશી દારૂનો ધંધો કરતો કુખ્યાત બુટલેગર ભીખા નાથુ રાઠોડે ધામદોડ ગામથી તુંડી ગામ તરફ જવાના રોડ પર નહેરની બાજુમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો છે. આ વિદેશી દારૂનો જથ્થો ઝાડી-ઝાખરામાં સંતાડી તેને મોપેડ ઉપર સગેવગે કરનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો 297 નંગ મળી જેની કિંમત રૂપિયા 42 હજારથી વધુ, 2 મોબાઇલ ફોન, રોકડ અને મોપેડ ગાડી મળી કુલ રૂ. 99 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે ભીખા નાથુ રાઠોડ અને રાહુલ રાકેશ રાઠોડની અટક કરી હતી જ્યારે અજય પટેલ અને કંચન સુનિલ રાઠોડને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...