બુટલેગરની મુદ્દામાલ સાથે અટકાયત:નિયોલ ગામની સીમમાં કારમાં કાર્ટિંગ થઈ રહેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; 2ને વોન્ટેડ જાહેર કરાયા

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

31મી ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ તંત્ર દ્વારા ઠેર-ઠેર વાહન ચેકીંગ અને રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાની કડોદરા પોલીસે નિયોલ ગામની સીમમાં રેડ કરી કારમાં કાર્ટિંગ કરાયેલ રૂપિયા 2.10 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 1ની અટકાયત કરી હતી. આ ઉપરાંત અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કડોદરા GIDC પોલીસને બાતમી મળી હતી કે, નિયોલ ગામની સીમમાં સાકરીયા ફાર્મની સામે કડોદરા સુરત કેનલ રોડ ઉપર સિયાઝ કાર નં. GJ-16-BN-6672માં વિદેશી દારૂનો જથ્થો કાર્ટિંગ થઈ રહ્યો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 1,680 મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 2.10 લાખથી વધુ તેમજ કાર અને મોબાઈલ ફોન મળી કુલ 5.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે દિપક જશવંત પાટીલની અટકાયત કરી વૈભવ ધનસુખ જવાળે અને વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...