સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ખાતે આગામી તારીખ 8 જાન્યુઆરીના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવ યોજનાર છે. બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના જન્મદિવસ નિમિત્તે આ હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરાયું છે. જે મહોત્સવમાં 1.50 લાખથી વધુ લોકો હરિપ્રસાદ સ્વામીજીનાં દર્શને ઉમટી પડશે.
વડીલ સંતોએ સભાસ્થળ ખાતે યુવા મહોત્સવની માહિતી આપી
સોખડાના હરિપ્રસાદ સ્વામીજીના અનુગામી બનેલા પ્રબોધ જીવન સ્વામી પોતાનું અલગ મંડળ બનાવ્યું છે. સૌમાં આત્મીયતા ભાવ સાથે સત્સંગ પ્રવૃત્તિ સંતો અને ભક્તો કરી રહ્યાં છે. આગામી તારીખ 8 જાન્યુઆરીને રવિવારના રોજ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 89મો પ્રાગટ્ય મહોત્સવ હોય કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રબોધજીવન સ્વામીની આજ્ઞાથી આ હરીપ્રબોધમ યુવા મહોત્સવ યોજનાર છે. જેની તૈયારીમાં સંતો ભક્તો અને સ્વયંસેવકો જોડાયા છે. જે બાબતે આજે પ્રબોધ જીવન સ્વામીના વડીલ સંતોએ સભાસ્થળ ખાતે આ યુવા મહોત્સવની માહિતી આપી હતી.
સભા સ્થળ ખાતે કરવામાં આવેલું આયોજન
150 વીઘા જમીનની અંદર આ હરીપર પ્રબોધન યુવા મહોત્સવ યોજનાર છે. જેમાં ગુજરાત મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાંથી દોઢ લાખથી વધુ યુવાનો એકત્ર થનાર છે. તમામ માટે ભોજન વ્યવસ્થા સાથે સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. પ્રબોધ જીવન સ્વામીની આજ્ઞાથી કોળી ભરથાણા ખાતે વિશાળ જગ્યામાં આ હરિપ્રબોધન યુવા મહોત્સવ યોજનાર છે. જેમાં ખાસ કરીને યુવાનોમાં સત્સંગ અને સંસ્કૃતિના મૂલ્યોનું પણ જતન થાય અને તન, મન, ધનથી ગુરુ ભક્તિ કરી શકાય એ હેતુ સાથે આત્મીયતા ભાવ સાથે આ યુવા મહોત્સવ યોજનાર છે.
યુવા મહોત્સવમાં મુખ્યમંત્રી હાજર રહેશે
આઠમી જાન્યુઆરીના રોજ હરિપ્રબોધન યુવા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભવો આ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં હાજર રહેનાર છે. પ્રબોધ જીવન સ્વામી જાતે ઉપસ્થિત રહીને આશીર્વાદ પણ આપનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.