બબાલ:નસુરાના મહિલા સરપંચને ગામના ઈસમે થપ્પડ મારતા પોલીસ ફરિયાદ

કડોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરની આગળ વીજ થાંભલો ખસેડવા બાબતે બબાલ થઈ હતી

બારડોલી તાલુકાના નસુરા ગામે ટેકરા ફળિયામાં રહેતા રહીશ ગામના સરપંચને ત્યાં ઘરની સામે જર્જરિત થાંભલા ખસેડવા માટે રજૂઆત કરવા માટે આવ્યો હતો. ત્યારે સરપંચના પતિએ જણાવેલ કે અરજી કરી છે કાર્યવાહી થતાં થાંભલો ખસી જશે આટલું કહેતા જ યુવક ઉશ્કેરાઈ જઈ મહિલા સરપંચને ગળાના ભાગે પકડી લીધી હતી. તેને છોડાવવા આવેલા તેના પતિને પણ ગળાના ભાગે પકડી લીધો હતો, અને મહિલા સરપંચને બે થપ્પડ મારી હતી. ઘટના અંગે મહિલા સરપંચે યુવક વિરુદ્ધ ફરિયાદ આપી છે.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના નસુરા ગામના સરપંચ પૂજાબહેન જીતુભાઈ રાઠોડ 5મી જૂનના રોજ રાત્રીના સમયે ઘરમાં હાજર હતાં. ત્યારે ફળિયાનો રહીશ બળવંતભાઈ મોહનભાઈ રાઠોડ સરપંચના ઘરે આવીને જણાવ્યું હતું કે મારા ઘરની આગળનો વીજપોલ તૂટીને મારા ઘર પર પડે તેમ છે. આ વીજપોલ કેમ કઢાવતાં નથી તેમ કહી સરપંચ પૂજાબહેન સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતાં.

આ દરમિયાન તેમના પતિ જીતુભાઈ દીપકભાઈ રાઠોડે બળવંતભાઈને જણાવેલ કે કડોદ જીઈબી અને તાલુકા પંચાયતમાં પણ અરજી કરેલ છે. કાર્યવાહી કરાશે એટલી વાર. આ વાત સાંભળી બળવંતભાઈ ઉશ્કેરાઈ ગયા હતાં અને પૂજાબેનને ગળાના ભાગે પકડી લીધા હતાં. તેમનો છોડવવા માટે જીતુભાઈ વચ્ચે પડતાં તેમને પણ બળવંતભાઈએ ગળાના ભાગે પકડી ગાલ પર નખ માર્યા હતાં અને બે થપ્પડ પણ મારી દીધી હતી. બળવંતભાઈ વધુ માર મારે તે પહેલા ગ્રામજનો વચ્ચે પડી છોડાવ્યા હતાં. જતા જતા બળવંતભાઈએ અમને જાનથી મારી નાંખાવાની ધમકી આપી હતી. આ અંગે પૂજાબેને પોલીસમાં બળવંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...