તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:સિક્લસેલ ડિસીસ અને સિકલ ટ્રેઈટ ધરાવતાં વ્યક્તિએ વેક્સિન લેવી

બારડોલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

છેલ્લા ઘણા મહિનાથી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. હાલ જોકે, કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે, અને વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં હેલ્થવર્કરોએ વેક્સીન લઈ લીધા બાદ હવે ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સિકલસેલ ડીસીસી અને ટ્રેઈટ ધરાવતાં દર્દીઓ મુઝવણમાં મુકાયા છે કે કોવિડની વેક્સીન લેવી કે નહીં ? નિષ્ણાંતોના મત મુજબ સિકલસેલના દર્દીઓએ વેક્સીલન લેવું હિતાવહ છે.

સિકલસેલ એ હીમોગ્લોબીનની જન્મજાત આનુવાંસિક બીમારી છે. માતા પિતા બંનેમાંથી ખામી વારસામાં મળે તો સિકલસેલ ડિસીસ અને કોઈ એકમાંથી ઉતરે તો સિકલસેલ ટ્રેઈટ કહેવાય છે. કોવિડ 19 વર્તનમાન સમયમાં કોઈપણ વ્યક્તિને લાગી શકે છે. જોકે, સિકલસેલ ડિસીસવાળી વ્યક્તિને કોવિડ 19નો ચેપ વધારે સમ્યારૂપ બની શકે છે કારણે આવા દર્દીની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. કોવિડ 19 રસીકરણ કાર્યક્રમ દરમિયાન આ રસી લેવી કેટલી યોગ્ય ? એ માટે સતત ફોન આવતાં રહે છે. બારડોલીમાં સિકલ સેલ સારવાર અને સંશોધન કેન્દ્ર અન્વયે 32 વર્ષથી ડો.જ્યોતિષ પટેલ સિકલસેલ માટે કાર્યરત છે. તેઓના જણાવ્યા અનુસાર સિકલ સેલ ડિસીસવાળી વ્યક્તિ માટે રસીકરણ કાર્યક્રમની તમામ રસી ઉપરાંત ન્યુમોનિયાની રસી, મેનીન્જાઈટીસની રસી આપવામાં આવે છે. ઓછી રોગપ્રતિકારક શક્તિને કારણે આવા દર્દીને રોગથી બચવા જરૂરી છે. વૈશ્વિક સ્તરની મહામારી કોરોના માટે હવે રસી આવી છે. આ રસી મુકવાની માર્ગદર્શિકા સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ અમેરિકાએ બહાર પાડી છે. જેમાં સિકલસેલ પણ સમાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો