હુમલો:‘પાણી જાતે પી લો’ કહેનારા લકવાગ્રસ્ત યુવકને ગળે ચપ્પુના 2 ઘા મારી દેવાયા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોસંબામાં બીમાર યુવક પર હુમલો કરી ગામનો જ ઇસમ ભાગી છુટ્યો

કોસંબા ગામનો યુવક રાત્રે પોતાના ઘરની બહાર બાંધેલી બકરીઓ પાસે સૂતો હતો ત્યારે ગામનો જ એક ઈસમ રાત્રે 10 વાગ્યાના અરસામાં આવી પીવા માટે પાણી માંગ્યું હતું સૂતેલો યુવક લકવાની બીમારી ગ્રસ્ત હોવાથી પાણી જાતે લઈ લેવા કહ્યું જેથી ઇસમે બાંધેલી બકરી છોડવા લાગ્યો અને બકરી છોડવાની ના પાડતા ઉશ્કેરાઈ જય નજીકમાં પડેલા ચપ્પુ વડે યુવકના ગાળાના ભાગે ઉપરા છાપરી બે ઘા મારી ભાગી છૂટ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ જૂના કોસંબા ગામે વાડ ફળિયામાં રહેતા કિશોરભાઇ ઉકકડભાઇ દેવીપૂજક લકવાની બીમારીથી પીડાઈ રહ્યા હતા ગત 16 તારીખની રાત્રે જમીને ઘરની બહાર બકરી બાંધી હતી ત્યાં સૂતા હતા અને પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે રાત્રે 10 વાગ્યાના અરસામાં ગામનો જ સમીર ગુલામભાઇ 10 વાગ્યાના અરસામાં આવી પીવાનું પાણી માંગ્યું હતું કિશોરભાઈએ પાણી જાતે લેવા કહ્યું તો સમીર બાંધેલી બકરીની દોરી છોડવા લાગ્યો હતો.

જેથી કિશોરભાઈએ બકરી છોડવા અંગે ના પાડતા સમીરભાઈએ નજીકમાં પડેલ ચપ્પુ વડે કિશોરભાઈના ગાળાના ભાગે બે ઘા મારી દીધા હતા કિશોરભાઈને લોહી નિકડતા બૂમાબૂમ કરી હતી જેથી પરિવાર જાગી બહાર આવી ગયો અને સમીર ત્યાથી ભાગી ગયો હતો બાદમાં કિશોરભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઇજવામાં આવ્યા હતા અને ગાળાના ભાગે ટાંકા આવ્યા છે બનાવ અંગે કિશોરભાઈએ કોસંબા પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...