ભાસ્કર વિશેષ:ક્રિકેટર મુનાફ પટેલની હાજરીમાં સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો ‘રફતાર કી ખોજ’ કાર્યક્રમ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટામિયા માંગરોળ ખાતે યોજાયેલ કેમ્પ યોજાયો હતો. - Divya Bhaskar
મોટામિયા માંગરોળ ખાતે યોજાયેલ કેમ્પ યોજાયો હતો.
  • મોટામિયા માંગરોળ મુકામે યોજાયેલા કેમ્પમાં 250 ખેલાડીએ ભાગ લીધો

મોટામિયા માંગરોળ મુકામે મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે 250થી વધારે ફાસ્ટ બોલરોએ ભાગ લઇ પર્ફોમન્સ રજુ કરેલ હતુ જેમાંથી 20 જણ અને તેમાંથી પણ 5 કેમ્પ માટે સિલેક્ટ થયા હતા. ઉપરોક્ત કેમ્પમાં સીલેક્ટ થયેલ 5 બોલરોને બરોડા ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ કેમ્પમાં મુકવામાં આવશે અને તેઓને ફ્રી આધુનિક તાલીમ આપવામાં આવશે. સુરત જિલ્લાના તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે ઇસ્માઇલ બોબાત (રાજા) એ સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે.

જેનો લાભ આપણા વિસ્તાર તથા સાઉથ ગુજરાતના ક્રિકેટરો થાઈ તે અંતર્ગત આદિત્ય બિરલા કેપિટલના સહયોગથી બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા રફતાર કી ખોજઅંતર્ગત ફાસ્ટ બોલર ટેલેન્ટ હંટનો એક કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવારે સવારે 8.00 વાગ્યાથી રાખવામાં આવેલ હતો. ઉપરોક્ત કેમ્પમા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ, રાજેશ પંચાલ (ડિસ્ટ્રિક્ટ ફિટનેસ ટ્રેનર BCA), યોગેન્દ્ર વકાસ કાર (ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર BCA), અરવિંદ પટેલ (હેડ કોચ નવસારી) લક્ષીતા ચૌહાણ (કોમ્યુનિકેશન ઓફિસર) સુખબીર સિંહ મનહાસ (રણજી બોલર કોચ) સંજીવ સાવંત (ઇન્ચાર્જ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ) , ઇસ્માઇલભાઈ મતાદાર (ઉપ પ્રમુખ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન) મેહબૂબ રાવત તેમજ અન્ય મેહમાનો હાજર રહ્યા હતા.

કેમ્પમાં 250 થી વધારે ફાસ્ટ બોલરો એ ભાગ લઇ પર્ફોમન્સ રજુ કરેલ હતુ જેમાંથી 20 જણ અને તેમાંથી પણ 5 કેમ્પ માટે સિલેક્ટ થયા હતા. કેમ્પ માં સીલેક્ટ થયેલ 5 બોલરો ને બરોડા ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ કેમ્પ માં મુકવામાં આવશે અને તેઓને ફ્રી તાલીમ આપવામાં આવશે.

ખેલાડી રાષ્ટ્રકક્ષાએ પહોંચે તો કામ સાર્થક થશે
ગ્રાઉન્ડના માલિક ઇસ્માઇલ બોબાતે કેનેડાથી શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે આજની ટુર્નામેન્ટમાં એક ખેલાડી રાષ્ટ્રીયકક્ષાએ પહોંચી દેશનું નામ રોશન કરશે તો મારું આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરેલું સાર્થક કહેવાશે.

સારૂ પ્લેટફોર્મ મળી રહેશે
મુનાફ પટેલે ગ્રાઉન્ડના વખાણ કરી જણાવ્યું હતુ કે, આજુબાજુના ગામડા ના લોકોને ક્રિકેટમાં આગળ જવા માટે સારૂ પ્લેટ ફોર્મ મળી રહેશે. ટેલેન્ટ વાળા ક્રિકેટરોને આગળ જવાની સારી તક મળશે.

અન્ય સમાચારો પણ છે...