ફરિયાદ:જોળવામાં ધોરણ 9ની વિદ્યાર્થિનીને ધમકી આપી પાડોશીનો બળાત્કાર

પલસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વતન ગયા બાદ પણ પાડોશી યુવકે કનડગત ચાલુ રાખતા અંતે ફરિયાદ

જોળવામાં પરપ્રાંતિય પરિવારની સગીર દીકરી ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. બાજુમાં રહેતા યુવકે સગીરાની નાદાનીનો લાભ લઇ સગીરા સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો. એક વર્ષ અગાઉ યુવકે સગીરાના ઘરમાં ગઇ તેણીને બદનામ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક સબંધ બાંધ્યો હતો. જે બાદ છેલ્લા કેટલાક સમયથી યુવક પોતાના વતન ચાલ્યો ગયો હતો ત્યાંથી સગીરાના ફોન કરી સબંધ રાખવા બાબતે હેરાન પરેશાન કરતા સગીરાએ માતાને આપવીતી જણાવતા સગીરાની માતાએ પલસાણા પોલીસ મથકના ફરિયાદ કરી હતી.

મળતી વિગતો મુજબ પલસાણા તાલુકાના જોળવા ખાતે રહેતા મૂળ યુપીના પરિવારની 15 વર્ષીય સગીર દીકરી ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી. સોસાયટીમાં જ રહેતા પંકજ ભભૂતિ પાંડે (25) (જોળવા તા.પલસાણા મૂળ રહે.ગિરધરપુર થાના- તરબગંજ જી.ગૌડા ઉત્તર પ્રદેશ)નાઓએ સગીરાને પોતાની મોહજાળમાં ભેળવી પ્રેમ સબંધ રચ્યો હતો. જે એક વર્ષ અગાઉ યુવકે સગીરાના ઘરમાં ઘૂસી એકલતાનો લાભ લઈ પ્રેમ સંબંધની બધાને જાણ કરી બદનામ કરવાની ધમકી આપી યુવતી સાથે અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા હતા. જે બાદ છેલ્લા ચારેક મહિનાથી આ યુવક પોતાના વતન ચાલ્યો ગયો હતો.

જે વતન ગયા બાદ પણ યુવક સગીરા સાથે મોબાઈલના માધ્યમથી સંપર્કમાં રહી સગીરાને પોતાની સાથે પ્રેમ સબંધ રાખવા અંગે દબાણ કરતા યુવકના ત્રાસથી કંટાળીને આખરે સગીરાને પોતાની માતાને યુવક અંગેની તમામ હકીકત જણાવતા સગીરાની માતાએ પલસાણા પોલીસ મથકમાં પી.એસ.આઈ.સમક્ષ હકીકત જણાવતા સગીરાની માતાની ફરિયાદના આધારે પલસાણા પી.એસ.આઈ.ચેતન ગઢવીએ યુવક વિરુદ્ધ પોકસો એકટ તેમજ બળજબરી બળાત્કાર અંગેના ફરિયાદ નોંધી યુવકને પકડવાના ચક્રો ગતીમાન કર્યા હોવાનું જાણવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...