તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કચરો બાબતે ગેરસમજ થતાં ટોળું પોલીસે સમજાવતા મામલો થાળે, પાછળના વાહનમાં કચરો આપવા જણાવાયું

બારડોલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ભરેલું હોવાથી પાછળના વાહનમાં કચરો આપવા જણાવાયું

બારડોલી નગરના તાઈવાડમાં  કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ સમગ્ર વિસ્તારને ક્લસટર કોરોન્ટાઇન કરવામાં આવ્યું હતું, જેમાં સોમવારે રહીશો કચરો લઈ જતા વાહનમાં નાખવા બાબતે ગેરસમજ થતા હોબાળો થયો હતો. ટોળા થઈ જતા પોલીસ બોલાવી પડી હતી. જેમાં કચરાનું વાહન ભરેલું હોવાથી પાછળના વાહનમાં આપવા જણાવ્યું હતું. જેમાં કચરો લેવાની ના પાડી સમજી હોબાળો થયો હતો.  તાઈવાડના રહીશો પાલિકાના કચરો લઈ જતા વાહનમાં  કચરો આપવા જતા ના પાડી હતી. પાછળ આવતા વાહનમાં આપવાની વાત કરતા હોબાળો થયો હતો. લોકોના ટોળા થયા હતા. પોલીસને બોલવી પડી હતી. પોલીસે આવી પૂછતાં રહીશોએ અમારા વિસ્તારનો કચરો લેવાની ના પાડી છે. જે અંગે પાલિકાને પૂછતાં વાહન ભરાઈ ગયું હોવાથી પાછળ આવતા, બીજા વાહનમાં નાંખવા જણાવ્યું હતું. જે રહીશોને ગેરસમજ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજી રજૂઆતમાં દૂધ અને શાકભાજી  આપવાની ના પાડતા હોવાનું જણાવતા પોલીસે બંને સુવિધા કરી આપતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો