પલસાણા તાલુકાના પોલીસ કોન્ટેબલના નામે એક વચેટીયાએ દારૂની પરમીશન માટે 90 હજારની માંગ કરી હતી. જેમાંથી 30 હજાર આપી દીધા બાદ 60 હજાર આપવાના બાકી હતા પોલીસે કોન્ટેબલે દારૂ મંગાવનાર ઇસમની ફોરવીલ લઇ લીધી હતી.ત્યારે ફરીયાદી 60 હજાર આપવાનુ કહી વચેટીયાને ધરમપુર ચોકડી બોલાવ્યો હતો. જ્યાં વચેટીયા 60 હજાર લેવા આવતા એસીબીએ તેને રંગે હાથ જડપી પાડી કોન્સ્ટેબલને વોન્ટેડ જાહે કર્યો હતો.
પલસાણા પોલીસ મથકે કોન્ટેબલ તરીકે ફરજ બજાવતા ભગીરથસીંહ ચુડાસમાએ એક ઇસમને દારૂની ધંધો ચાલુ કરવા માટે એક પેટીના 1 હજાર રૂપીયા વ્યવહાર આપવનાનુ નક્કી કર્યુ હતુ. ત્યારબાદ દારૂ મંગાવનારને 12 પેટી દારૂ તેમજ દારૂ પસાર કરવા માટેના રૂપીયા મળી 90 હજારની માંગણી હતી. જેમાંથી બુટલેગરે મોબાઇલ પે થી 30 હજાર રૂપીયા જમા કરાવ્યુ હતુ. ત્યારબાદ બાકી નીકળતા 60 હાજર રૂપીયા માટે દારૂ મંગાવનારને પલસાણા ખાતે બોલાવ્યો હતો દારૂ મંગાવનાર રૂપિયાના આપતા તેના ભગિરતસિંહે દારૂ મગાવનારનાં મિત્ર યુવરાજસિંહની ક્રેટા કારને પોલીસે લઇ લીધી હતી. ત્યારબાદ 60 હજાર આપીને ગાડી લઇ જવા માટે દારૂ મંગાવનારને જણાવ્યું હતુ.
ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસીંહ ચુડાસમાએ તેના પંટર હાર્દીક રાજુ તીવારી (ઉ.વ 33 ગુજરાત હઉસીંગ સોસાયટી તિથલરોડ )ને 60 હજાર લેવા માટે ધરમપુર ચોકડી બી.જી પોઇન્ટ બીલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર ૫૨ આવેલ બાલાજી રેસ્ટોરેન્ટ પર બોલાવ્યો હતો. જ્યાં દારૂ મંગાવનાર એ અગાઉથી એસીબીને જાણ કરી છટકુ ગોઠવી દીધુ હતુ.ત્યારે ભગીરથના રૂપીયા લેવા આવેલ તેનો પંટર હાર્દીકને એસીબી પોલીસે જડપી લાંચના 60 હજાર રિકવર કર્યા હતા. જ્યારે પલસાણા પોલીસ કોન્સ્ટેબલ માં ફરજ બજાવતા ભગીરથ ચુડાસમાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.