તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:સુરત જિલ્લામાં 40 દિવસ બાદ કોરોનાને કારણે આધેડનું મોત

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે સુરત અને તાપી જિલ્લામાં કોરોનાનો કોઇ કેસ નહીં

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત પાંચ દિવસ બાદ ફરી કોરોના કેસ 0 થયા છે. જિલ્લામાં શુક્રવારે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે આજે એક વ્યક્તિએ કોરોનાને માત આપી હતી. જિલ્લામાં 40 દિવસ બાદ કોરોનાને કારણે મોત નોંધાયું છે. સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી ગયું હોય કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત ચાર દિવસ કોરોનાના કેસ નોંધાયા બાદ શુક્રવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

જ્યારે સુરત જિલ્લામાં છેલ્લા 40 દિવસ બાદ કોરોનાને કારણે ઓલપાડ તાલુકાના માસમા ગામના 58 વર્ષીય પુરુષનું કોરાનાને કારણે મોત નીપજ્યું હતું. જેની સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 486 લોકોએ કોરોનામાં જીવ ગૂમાવ્યા છે. આજરોજ જિલ્લામાં એક દર્દીએ કોરોનાને માત આપી છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 31622 લોકો રિકવર થતાં હાલ 15 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.બીજી તરફ તાપી જિલ્લામાં 17માં દિવસે પણ કોરોનાનો કોઇ કેસ ન નોંધાતા ભારે રાહત અનુભવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...