પરિવારજનોએ શોધખોળ આદરી:બારડોલી તાલુકાના ઉતારા ગામનો અસ્થિર મગજનો પુરુષ ગુમ થયો; 45 વર્ષીય પુરુષ ગુમ થતા પોલીસે તપાસ શરૂ કરી...

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના ઉતારા ગામે પાદર ફળિયામાં રહેતા 45 વર્ષીય પુરુષ ઘરેથી કોઈને કશું પણ જણાવ્યા વગર ગુમ થઈ ગયા હતા. અસ્થિર મગજનો યુવાન ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. છતાં કોઈ ભાળ ન મળતા બારડોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બારડોલી તાલુકાના ઉતારા ગામે આવેલા પાદર ફળિયામાં રહેતા રમેશ બાલુભાઈ ચૌધરી (ઉ.વ.45) નવેમ્બર માસની 24મી તારીખે પોતાના ઘરેથી કોઈને કશું પણ જણાવ્યા વગર અચાનક ગુમ થઈ ગયા હતા. લાંબા સમય સુધી અસંખ્ય શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ ન મળતા તેના પુત્ર દ્વારા બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ગુમ થવા અંગેની ફરિયાદ આપી હતી. પોતાના પિતા અસ્થિર મગજના છે, તેમણે શરીરે ગણેશ મંડળ ઉતારા લખેલી ટૂંકી બાઈની ટીશર્ટ અને કાળુ પેન્ટ પહેર્યું છે. જેઓ શરીરે મધ્યમ બાંધો અને ઊંચાઈ 5'5" હોવાનું જણાવતા તેમને કાળી દાઢી મુછ હોવાનું વર્ણન જણાવ્યું હતું. ગુમ થનાર પુરુષ કોઈને મળી આવે તો બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે એ.એસ.આઇ જયદેવભાઈ રાણાભાઇનો સંપર્ક સાધવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...