• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • A Meeting Was Held Between The Tantra And Ganesh Mandal Organizers In Bardoli Regarding Dissolution; After The Struggle Of The People Of Ten Villages, The Discharge Into The Lake Was Cancelled

ગ્રામજનોના વિરોધ બાદ નિર્ણયમાં ફેરફાર:બારડોલીમાં તંત્ર અને ગણેશ મંડળ આયોજકો વચ્ચે વિસર્જનને લઈ બેઠક મળી; તેન ગામના લોકોની લડત બાદ તળાવમાં વિસર્જન રદ કરાયું

બારડોલી24 દિવસ પહેલા

બારડોલી વહીવટી તંત્ર અને ગણેશ મંડળના આયોજકો વચ્ચે આજે શુક્રવારે ફરી સિનિયર સીટીઝનના હોલ ખાતે વિસર્જન યાત્રાને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગણેશ વિસર્જન યાત્રાને લઈ અનેકો વિવાદો સર્જાઈ રહ્યા છે. ગણેશજીની મૃતિઓ તેન ગામે તળાવમાં વિસર્જન કરવા તંત્ર દ્વારા નક્કી કરી દીધું હતું. જો કે તેન ગામે તળાવમાં મૂર્તિ વિસર્જન કરવાના વિરોધમાં ગ્રામજનોએ બે દિવસથી મક્કમ લડત આપતાં આખરે વહીવટી તંત્રએ વિસર્જનને લઈ ફરી ફેરફાર કર્યો હતો. અગાઉ નક્કી કરેલો વિસર્જન યાત્રાનો રૂટ જ માન્ય રાખીને સ્ટેશન ત્રણ રસ્તાથી તલાવડી સુધી મુખ્ય માર્ગ પર ગણેશજીની વિસર્જન યાત્રા ફેરવવા જાહેર કરાયું છે. જ્યાં તમામ ગણેશજીની પ્રતિમાઓ ટ્રકોમાં ભેગી કરી યોગ્ય આયોજન સાથે પ્રતિમાઓ સુરત દરિયા કિનારે વિસર્જિત કરવાનું નક્કી કરાયું છે.

તંત્ર દ્વારા છાશવારે નિર્ણયો બદલાતાં આયોજકોને ભારે હાલાકી
આગામી 9 તારીખના રોજ ગણેશ વિસર્જન હોઈ ત્યારે બારડોલીમાં વિસર્જન પ્રક્રિયાને લઈ વહીવટી તંત્ર દ્વારા 2 વખત બેઠકો યોજવામાં આવી છે. અને તમામ નિયમોની માર્ગદર્શીતા નક્કી કરી હતી. જોકે ફરી એક વખત બેઠક કરીને ગણેશ મંડળના આયોજકો સમક્ષ નિયમોની વણજાર રજૂ કરી હતી. જેમાં વિસર્જન યાત્રાનો રૂટ યથાવત રખાયો હતો. પરંતુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન સુરત દરિયા કિનારે કરવા જણાવ્યું હતું. તો બીજી તરફ કાચીંડાની જેમ રંગ બદલતી વહીવટી તંત્રની આ નીતિ સામે ઘણા ગણેશ આયોજકોમાં અણસમજ ઉભી થવા પામી છે.

ધારાસભ્યએ ક્રેડિટ નહિ લેવાનું જણાવી બળાપો ઠાલવ્યો હતો
વહીવટી તંત્ર દ્વારા તેન ગામે તળાવમાં ગણેશજીની પ્રતિમાઓ વિસર્જન કરવા જાહેરાત કરી હતી. જો કે ગ્રામજોએ સહી જુમ્બેશ, મિટિંગો તેમજ રામધૂન સાથે રેલી કરી તળાવમાં વિસર્જન મામલે મક્કમ લડત શરૂ કરી હતી. તંત્ર સાથે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારનાં કાર્યાલય ખાતે રામધૂન સાથે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. બે દિવસની સતત લડત બાદ તેન ગામના લોકોની લડત રંગ લાવી હતી. જેથી એ બાબતે ઈશ્વર પરમાર દ્વારા આજે બેઠકમાં બળાપો ઠાલવવામાં આવ્યો હતો. તેન ગામના લોકોએ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. જો કે ગ્રામજનોએ કોઈએ ક્રેડિટ લેવાની નહિ તેવું ઈશ્વર પરમારે જણાવ્યું હતું.

બારડોલીને છોડી જિલ્લામાં અનેક જગ્યાએ નદીમાં જ ગણેશજીનું વિસર્જન થાય છે
આજરોજ મળેલી બેઠકમાં ગણેશ મંડળનાં આયોજકોએ વિસર્જનને લઈને વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરી હતી. જે પૈકી એક યુવાને માત્ર બારડોલીમાં જ શા માટે નદીમાં વિસર્જન કરવા દેવામાં નથી આવતું. મીંઢોળા નદીને અડીને આવેલા તમામ ગામોમાં નદીમાં જ વિસર્જન થાય છે. મઢી, કડોદ, માંડવી, મહુવા તેમજ પલસાણા સહિતના અનેકો ગામોમાં વહેતા પાણીમાં એટલે કે નદીઓમાં ગણેશજીનું વિસર્જન થાય છે એમ જણાવ્યું હતું.​​​​​​

અન્ય સમાચારો પણ છે...