ચોરીના લાઈવ CCTV આવ્યા સામે:બારડોલીમાં પંચર કરાવવા ઉભેલી કારમાંથી ગઠિયો રૂ. ભરેલી બેગ લઈ ફરાર

બારડોલી22 દિવસ પહેલા

બારડોલીના રાજમાર્ગ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નજીકની એક દુકાન પાસે વાહનમાં પંચર સંધાવવા ઊભા રહેલા ચાલકની નજર ચૂકવી એક ગઠીયો વાહનમાં મૂકેલી રૂ.60 હજાર ભરેલી બેગ લઈ ભાગી છૂટ્યો હતો. હાલ ભોગ બનનાર દ્વારા બારડોલી પોલીસ મથકે ફરિયાદ અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બારડોલીમાં આવેલા કે.ટી.એમ મોટરસાયકલના શો રૂમનો કર્મચારી કંપનીના નાણાં લઈ બેંકમાં ભરવા વેગન આર કારમાં બારડોલીમાં રાજમાર્ગ ઉપર આવ્યો હતો. વાહનના પાછલા ટાયરમાં હવા ઓછી હોવાનું જણાતા તે હવા ચેક કરાવી રહ્યો હતો. પંચર જણાતા રીપેરીંગ કરાવી રહ્યો હતો. તેવા સમયે પંચર સંધાતુ જોવા મિકેનિક સાથે નીચે બેઠેલા કારચાલકની નજર ચૂકવી એક ગઠીયો વેગન આર કારના ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલી અંદર મૂકેલી રૂપિયા 60 હજાર ભરેલી બેગ લઈ ભાગી છૂટ્યો હતો. સમગ્ર ઘટના નજીકના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જે દરમિયાન મોડી સાંજની ઘટના બાબતે પ્રાથમિક જાણકારી સાથે બારડોલી પોલીસે તપાસ ચાલુ કરી છે. હાલ યુવાને બારડોલી પોલીસ મથકે ફરિયાદ અરજી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...