સુરત જિલ્લાનાં આંતરીયાળ ગામોમાં દિપડાઓ દેખાવા એ ખૂબ સામાન્ય બાબત છે. ત્યારે વધુ એક વખત કામરેજ તાલુકાના ચોર્યાસી ગામની સીમમાં દિપડો દેખાયો હતો. ખેતરાડી વિસ્તારમાં બિન્દાસ લટાર મારતો દિપડો કેમેરામાં કેદ થયો હતો. જેનો વિડીયો વાયરલ થયો છે.
ખેતરાડી વિસ્તારમાં દિપડો જોવા મળ્યો હતો
આજે દિવસેને દિવસે જંગલ વિસ્તારનું નિકંદન થઈ રહ્યું છે. ત્યારે જંગલી પ્રાણીઓ માનવ વસ્તી તરફ આવી ચડવાની ઘટનાઓ બનવી એ ખૂબ સામાન્ય બાબત છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દિપડાઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચઢે છે. ગતરોજ મોડી રાત્રે કામરેજ તાલુકાના ચોર્યાસી ગામની સીમમાં આવેલ ખેતરાડી વિસ્તારમાં દિપડો બિન્દાસ લટાર મારતો નજરે પડ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકની નજર દિપડા પર પડતા કાર ચાલકે કાર રોકી દિપડાનો વિડીયો બનાવ્યો હતો. જેનો વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.