સુરત જિલ્લામાં ગતરોજ કોરોના 200ને પાર રહ્યો હતો, જે બાદ ગુરૂવારે પણ 243 પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ સુરત જિલ્લામાં ગુરુવારના રોજ 243 પોઝિટિવ નોંધાયા હતાં. સતત બીજા દિવસો કોરનાએ ડબલ સેન્ચુરી મારી છે. જિલ્લામાં વઘતા કોરોના પોઝિટિવ કેસ ચિંતાજનક સ્થિતિ ઉપસ્થિત થઈ છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 33588 લોકો પોઝિટિવ થઈ ચૂક્યા છે. જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરોનાના કારણે મોત નીપજ્યું નથી. જ્યારે આજરોજ જિલ્લામાં 102 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 32072 લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ જિલ્લામાં 1025 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
તાલુકા મુજબ નોંધાયેલા કેસ | |
ચોર્યાસી | 13 |
ઓલપાડ | 53 |
કામરેજ | 60 |
પલસાણા | 18 |
બારડોલી | 51 |
મહુવા | 15 |
માંડવી | 25 |
માંગરોળ | 8 |
ઉંમરપાડા | 0 |
કુલ | 243 |
1 વર્ષનો બાળક સંક્રમિત
બારડોલી તાલુકાના ઈસરોલી ગામે માત્ર 1 વર્ષનો બાળક કોરોના પોઝિટિવ નોંધાયો છે. હવેબાળકો પણ સંક્રમીત થતાં વાલીઓ ચિંતામાં મુકાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.