દેવાએ જીવ લીધો!:બારડોલીના બાબલા ગામે પુત્રની સારવારમાં દેવુ થતા હતાશ થયેલા પિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના સરભોણ ગામ નજીક આવેલા બાબલા ગામે રહેતા 54 વર્ષીય વૃદ્ધે પોતાના પુત્રની સારવાર માટે દેવુ કર્યું હતુ. જે દેવાને લઈ માનસિક તાણમાં આવી જતા લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ લટકી જઈને પિતાએ મોતને વ્હાલું કર્યું હતુ.

બારડોલી તાલુકાના બાબલા ગામે પાદર ફળિયામાં રહેતા બાબુ ઉર્ફે બાલુભાઈ મંગાભાઈ હળપતિ (ઉ.વ. 54)ના પુત્રને ત્રણ મહિના પહેલા ખેંચ આવી હતી અને તે અપંગ થઈ ગયો હતો. ગ્રામજનો પાસેથી ઉછીની મદદ સાથે તેની સારવાર પિતાએ કરાવી હતી, પરંતુ પોતાના પુત્રની હાલતમાં કોઈ સુધારો ન આવ્યો હતો. ગામ લોકોની મદદના કારણે પોતાના માથે પુષ્કળ દેવુ થઈ જતા દેવાની ચિંતાના કારણે માનસિક તાણમાં આવી જતા પોતાના ઘરે કોઈને કશું પણ જણાવ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. અને બાબલા ગામની સીમમાં ખેતરાળીમાં આવેલા નરેશભાઈ છગનભાઈ પટેલના શેરડીના ખેતરની પાળ ઉપર આવેલા લીમડાના ઝાડ ઉપર સફેદ દોરી બાંધી પોતાના ગળે ફાંસો ખાઈ લટકી જઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...